Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 19
________________ શ્રાવકને છાજે તેવા જ હોવા જોઈએ. આવું અનેક પ્રકારનું માર્ગદર્શન મને મળેલ જે મેં ગ્રહણ કરી સંપૂર્ણપણે તેનો અમલ કરેલ અને તેથી જ અમેરિકાના તમામ સંઘોમાં મારા વર્ણન મુજબનો આચાર અને જિનાજ્ઞા મુજબનું વર્ણન ખૂબજ લોકપ્રિય રહ્યું એટલું જ નહીં ઘણા લોકોને સારી અસર થઈ અને ઘણા લોકો શક્ય એટલું જિનાજ્ઞા મુજબનું પાલન કરવા લાગ્યા. આ પૂજ્ય ગુરુ ભગવંતોના માર્ગદર્શનનું ફળ હતું. - આ પુસ્તકનું સૌજન્ય અમેરિકા ન્યુજર્સીના શ્રી અનીલભાઈ તથા તેમના ધર્મપત્નિ હેમલત્તાબેનના પરિવારને ફાળે જાય છે. અમેરિકામાં ઘણા વર્ષોથી રહેવા છતાં જૈનધર્મના આચારને આ આખું કુટુંબ ભૂલ્યું નથી. તેમનો દીકરો નૈષધ મોટો ડૉક્ટર હોવા છતાં શક્ય તેટલા જૈન આચાર પાળે છે. દીકરાની વહુ મૌલી ત્યાંની પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ આપે છે. ભારતીય સંસ્કૃતિની ઝલક મને એ રીતે જોવા મળી કે જોબને કારણે મૌલી ફીલાડેલ્ફીયામાં રહેતી હતી. ઘરની સંપૂર્ણ જવાબદારી, ફૂલ ટાઈમ જોબ આટલી વ્યસ્તતા વચ્ચે પણ મને ભાવથી તેમના ઘરે એકાસણું કરવા લઈ ગયા હતાં. અને કહે કે અહીંયા અમને સાધર્મિક ભક્તિનો લાભ કદાચિત્ જ મળે છે. કુટુંબના અન્ય સભ્યોમાં અનીલભાઈની દીકરી નેહા તેમના જમાઈ સંકલ્પ, પૌત્રી જાસ્મીન તથા પૌત્ર રીકીન આમ આ આખા પરિવારનું આ પુસ્તકમાં સૌજન્ય છે. માટે તેમનું અભિવાદન કરું છું. હું ઈ.સ. ૨૦૦૧ થી ૨૦૧૧ સુધી એમ ૧૧ વર્ષ અમેરિકા જૈનધર્મના પ્રવચનો આપવા ગયેલો. ૨૦૦૧ની 19

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112