Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 24
________________ જેવા આગમગ્રંથોનો આધાર લીધો છે. અર્થશાસ્ત્રોકામશાસ્ત્રો જગતનું હિત કરતાં નથી. એ તો આત્માને વિભાવમાં નાંખી જીવને દુઃખી કરે છે. ખરેખર તો સર્વજ્ઞોએ કહેલા ધર્મશાસ્ત્રો જ જગતનું સાચુ હિત કરે છે. આ કાળમાં આપણને તારી શકે એવા બે આલંબન મૂક્યા છે. (૧) જિનબિંબ અને (૨) જિનાગમ. પ. પૂ. વીરવિજયજી મહારાજ પણ કહે છે કે વિષમકાળ જિનબિંબજિનાગમ ભવિયણ કુ આધાર માટે જિનાગમની ઉપેક્ષા ન કરાય. અનાદિ કાળથી આત્મા જે રીતે મિથ્યાત્વથી ઘેરાયેલ છે, જે રીતે અવિરતી તેના લમણે ઝીંકાયેલ છે, જે રીતે કષાયોના તાપથી તે તપી રહેલ છે. જે રીતે તેનાં યોગો અશુભ દિશામાં પ્રવર્તી રહ્યા છે. તેના કારણે તેને અશુભ ધ્યાન અસ્વાભાવિક હોવા છતાં સ્વાભાવિક જેવું બની રહ્યું છે. જીવ અસ્વાભાવિક અશુભ ધ્યાનમાં આરૂઢ થાય છે ત્યારે તીવ્રતાથી કર્મબંધ બાંધે છે. પરંતુ જીવ શુભ ધ્યાનમાં આરૂઢ થાય છે. ત્યારે તીવ્રતાથી કર્મ છૂટા પાડે છે. શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી જિનભદ્ર- ગણિ ક્ષમાક્ષમણે ધ્યાનશતક નામનાં મહાન ગ્રંથરત્નમાં ૪ પ્રકારનાં ધ્યાનનું સ્વરૂપ સમજાવ્યું તેમને પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે વિભાગમાં વહેંચી આપ્યાં છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અપ્રશસ્ત ધ્યાન છે અને તે છેક નરક સુધી લઇ જાય છે. જયારે ધર્મ-ધ્યાન અને શુક્લધ્યાન એ પ્રશસ્ત ધ્યાન છે અને છેક મુક્તિ સુધી લઇ (24)

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112