Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 23
________________ દનનો શા રો અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવી૨ પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા, પરમાત્માના સ્વહસ્તે દીક્ષા પ્રાપ્ત કરનાર શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી વીરભદ્ર આચાર્ય ભગવંત ‘“આતુરપ્રત્યાખ્યાન’' નામનાં પ્રકીર્ણક આગમ-ગ્રંથ દ્વારા ૬૩ પ્રકારના દુર્ધ્યાન બતાવીને તેનાથી કેવી રીતે બચવું તેનું ઉત્તમ માર્ગદર્શન આપી ગયા છે. પરમાત્મા શ્રી મહાવીરનાં ૧૪,૦૦૦ શિષ્યરત્ન હતાં. બધાં જ શિષ્યોએ મહાવીરદેવની હાજરીમાં એકેક પ્રકીર્ણક ગ્રંથની રચના કરી હતી. તેથી ૧૪,000 પ્રકીર્ણક (પયજ્ઞા) ગ્રંથોની રચના થઇ હતી. તેમાંથી આજે માત્ર ૧૯ (પયજ્ઞા) જ મળે છે. ૪૫ આગમની ગણનામાં આ ૧૯ પયજ્ઞામાંથી ૧૦ પયજ્ઞાનો સમાવેશ કરાયેલ છે. (તે પૈકીનો આ એક આતુર પ્રત્યાખ્યાન છે.) આવા ૬૩ દુર્ધ્યાન પૈકી મારે અત્યારે કષાયો, જે આપણને દુર્ધ્યાન કરાવે છે તેની વાત વિશેષ રીતે કરવી છે. અત્યારના જગતમાં કષાયની કાલીમા મોટા ભાગના આત્માને પીડી રહી છે. એટલે આ કષાયોને પાતળા પાડવા ખૂબ જરૂરી છે. એ માટેના પ્રયત્નો કરવા જરૂરી છે. આ પુસ્તકમાં ક્રોધ-લોભ-માન-માયા-રાગ-દ્વેષ જેવા મુદ્દાઓ ઉપર છણાવટ કરી છે. કારણ કે રોજે રોજ આવતા આ દુર્ધ્યાનો છે. આવું સુસાહિત્ય વાંચવાથી, વારંવાર વાંચવાથી આવા કષાયો ચોક્કસ પાતળા પડે છે. જેને આત્માનું કલ્યાણ કરવું છે તેને કષાયો દૂર કરવા ભગીરથ પુરુષાર્થ કરવાનો છે. આ પુસ્તકમાં મુખ્યત્વે પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી કીર્તિયશસૂરીશ્વરજી લિખિત ‘ઝાણું’ પુસ્તક તથા આતુરપ્રત્યાખ્યાન

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112