Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 32
________________ ખરેખર ! જ્યારે સુંદર પ્રભુપૂજા કરનારને પૂછ્યું કે, તો તમો આ સુંદર પૂજા શા માટે કરો છો? ' છેવટે જાણવા મળ્યું કે તેમને સંસારના સુખો માટે શનિની પનોતી નડતી હતી. માટે તેઓ શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રભુ પૂજા સુંદર રીતે કરતા હતા. . અહીંયા ધર્મક્રિયામાં પણ ધ્યાન સંસારના સુખોનું છે. માટે ક્રિયા અમૃત બનતી નથી. આવો ધર્મ પાપાનુબંધી પુણ્ય કદાચ આપે પરંતુ આત્માનું કલ્યાણ થતું નથી. આત્માને ગુણસ્થાનકે આગળ લઇ જતો નથી. માત્ર પાપાનુબંધી પુણ્ય બંધાવે છે. એટલે આવું પુણ્ય ઉદયમાં આવે ત્યારે આત્મા પાછો પાપ જ કરે. માટે ધર્મક્રિયામાં સંસારના સુખોની માંગણી ક્યારેય ન કરવી. | પરંતુ લગભગ અત્યારે જોઇએ છીએ કે, ધર્મનો જથ્થો વધ્યો છે. પણ જે રીતે ધર્મ થાય છે. તેમાં આત્મકલ્યાણ સધાતું નથી. સાધના કરીએ છીએ પણ સાધ્ય જ ભૂલી ગયા છીએ. સામાયિક કરીએ છીએ પણ સમતા રાખવાનું વિચારતા પણ નથી. ચઉવિસત્થો કરીએ છીએ પણ ગુણાનુરાગી બનતા નથી. વંદન (વાંદણા) કરીએ છીએ પણ નમ્ર બનવાનું ગમતું નથી. પ્રતિક્રમણ કરીએ છીએ પણ પાપમાં રસ ઘટાડતા નથી. કાઉસ્સગ્ન કરીએ છીએ પણ આસક્તિ ઘટાડતા નથી. પચ્ચખાણ કરીએ છીએ પણ સંકલ્પ શક્તિ શીખતા નથી. આમ ઉપર બતાવ્યા પ્રમાણે છ આવશ્યકો કરીએ પછી તે અમૃતમય બનવી જોઈએ. આ માટે કોઇપણ ધર્મક્રિયા ન કરીએ તો તેમાં (૧) સ્થિરતા એટલે કે ધર્મ એટલે કે મનમાં ચંચળતા ન રાખવી જોઈએ. (૨) તે ક્રિયામાં પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. (૩) તે ક્રિયા પ્રસન્નચિત્તે કરવી જોઈએ. વેઠ (32)

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112