Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 30
________________ પરમાત્મા મહાવીર શ્રેણિક મહારાજાને હવે સમાધાન આપે છે-કે આ બધો મનનો વિલાસ છે. નાના પણ નિમિત્તોને યોગ્ય રીતે મૂલવાય નહીં તો સાધક ક્યાંથી ક્યાં પટકાઇ જાય તે કહેવાય નહીં. * દુર્મુખનું વચન સાંભળીને અશુભ ધ્યાનમાં ચડેલા પ્રસન્નચંદ્ર મનમાં ને મનમાં મંત્રીના અનેક સૈનિકોને સુકા ઘાસની જેમ કાપવા લાગ્યા. અને છેવટે એકલા મંત્રી જ્યારે બાકી રહ્યા ત્યારે શસ્ત્રો ખૂટ્યા એટલે હવે અણીદાર મુગુટથી એમને મારવા એમ નક્કી થયું એટલે હાથ માથા ઉપર લઇ ગયા. માથું તો મુંડીત હતું. બસ આ જ નિમિત્તથી ધ્યાન બદલાયું. મેં આ શું કર્યું? સૂતેલો આત્મા જાગી ગયો. અનુબંધો હજી પડ્યા નહતા. નિકાચિત પણ બન્યા ન હતા. હવે રૌદ્રધ્યાનમાંથી પાછા ફર્યા. ધર્મધ્યાનમાં થઇને શુક્લધ્યાનમાં સ્થિર થયા. ક્રમશઃ ક્ષપકશ્રેણી માંડી. ઘાતકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આમ બાહ્ય આલંબનો પણ અગત્યના છે. આ કપાળે થતું તિલક (ચાંદલો), સામાયિક, ચરવળો આવા બાહ્ય આલંબનો સંસ્કારી આત્માનું પતન થતું બચાવે છે. તરત જ આવી વ્યક્તિને મનમાં થાય કે, અહો ! હું તો શ્રાવક છું. હું તો શ્રાવિકા છું. આ મેં શું કર્યું? આમ સત્સંગ-સ્વાધ્યાય બાહ્ય આચારો પણ ખૂબ અગત્યના છે. જેમ સ્વાધ્યાય-સામાયિક મનને ખોટા રસ્તે જતાં અટકાવી શકે છે તેમ ગલત પરિબળો, ખરાબ નિમિત્તો મનને ખોટા રસ્તે લઇ જઇ શકે છે માટે ગલત પરિબળો-નિમિત્તો આપવા જ નહીં અને કદાચ ગલત નિમિત્તો સામેથી આવે તો વધુ સાવધ થઈ જવું. આમ રાજર્ષિ પ્રસન્નચંદ્રના દૃષ્ટાંતથી આપણે સમજવું જોઈએ કે, મનના માધ્યમથી આત્મા શુભધ્યાન કરે તો આત્મા મોક્ષ પામી શકે. અને અશુભ ધ્યાન કરે તો તે અધઃપતન કરાવે. આમધ્યાન એ બે ધારી તલવાર છે. ધ્યાન માટે પણ અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ છોડો કારણ કે તે દુર્ગાનનો પાયો છે. આ કારણે જ ધર્મક્રિયાઓ 30.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112