Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 28
________________ ભગવાન મહાવીરસ્વામી સદેહે જ્યારે આ અવનીતલને પાવન કરતાં હતાં ત્યારની આ વાત છે. એકવાર મહારાજા શ્રેણિક રાજ-પરિવાર સાથે ભગવાન શ્રી મહાવીરસ્વામીના દર્શન-વંદન કરવા જઇ રહ્યા હતા. તે સમયે સુમુખ અને દુર્મુખ નામે બે સૈનિકો આગળ ચાલતા હતા. બંને પોતાના નામ જેવા જ લક્ષણો ધરાવતા હતા. | રાજા પ્રસન્નચંદ્ર વૈરાગ્ય આવવાથી પોતાના નાના બાળકને મંત્રીના ભરોસે રાજ્યગાદી પર સ્થાપી દીક્ષિત બન્યા. પ્રસન્નચંદ્રને નાના બાળકનો મોહ પણ ન નડ્યો. કોણ જાણે આપણે આવા મોહ પર ક્યારે જિત મેળવીશું ? છેવટે આપણો મોહ પાતળો કરવા શાસ્ત્રના આવા અનેક દૃષ્ટાંતો વિચારી શકાય. જેમકે, દશવૈકાલિક સૂત્રની રચના કરનાર શäભવસૂરિ મહારાજ સાહેબ પોતાનું બાળક જ્યારે પત્નીના ગર્ભમાં હતું ત્યારે તેમણે પોતાની પત્નીને મૂકીને દીક્ષા લીધી. વજસ્વામીના પિતા શ્રી ધનગિરિજી મહારાજ સાહેબે પણ યુવાવસ્થામાં જ સુનંદા નામની કન્યા સાથે માતા-પિતાના આગ્રહના કારણે લગ્ન કર્યો, પરંતુ જેવી સુનંદા ગર્ભવતી થઇ કે, તરત જ દીક્ષા લઇ લીધી. વચનસિદ્ધ ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મ.સા. પણ આવા જ હતા. ભાવનગરની બાજુના વટવા ગામના વતની, માતા-પિતાના આગ્રહથી લગ્ન કર્યા. ઘી લઇને એક ગામથી આવતા હતા ત્યારે ગામના એક માણસે ખુશ ખબર આપ્યા કે, તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. વીરચંદભાઇએ તે માણસને ઘીનો ગાડવો આપી દીધો અને કહ્યું કે, મારી મા ને આ આપજો અને હવે વચન પૂર્ણ થયું છે માટે વીરચંદ દીક્ષા લેવા ગયો છે. વીરચંદભાઇ તાજા જન્મેલા પુત્રનું મોટું જોવા પણ ઉભા ન રહ્યાં, જેને વૈરાગ્યનો ભાવ થાય છે તેને આખું જગત ઘાસ સમાન લાગે છે. સાપ કાચળી છોડીને નિકળે, પછી 28

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112