Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 26
________________ સજઝાયમાં મનરૂપી ધોતીયાને સારા આલંબનો આપી આત્માને મોક્ષ સુધી લઇ જવાની વાત સુંદર રીતે સમજાવેલ છે. | મન એ નદીના પૂરના પાણી જેવું છે જો તેના ઉપર બંધ બાંધીયે તો ફાયદો મેળવી શકીએ નહીં તો પૂર સત્યાનાશ પણ કરી શકે. એ જ રીતે મનને નિયંત્રણમાં રાખો. આ માટે મનને હંમેશ સારા નિમિત્તોજેવા કે સત્સંગમાં ગોઠવો. મનની ૩ મહત્ત્વની શક્તિઓ છે. (૧) સ્મૃતિ, (૨) કલ્પના, (૩) ચિંતન. આ ત્રણે શક્તિઓને સંયમમાં રાખીને જીવીએ તો તે દુનિયાને જીવવા જેવી બનાવી દે. સંયમ ન રાખીએ તો આ જ શક્તિઓ અનેક સમસ્યાઓ ઉભી કરી દે છે. જેમકે-(૧) સ્મૃતિ એટલે કે,યાદદાસ્ત.સ્મૃતિનો ઉપયોગ પણ જેટલો જરૂરી છે તેટલો જ કરવાનો. તે જ રીતે (૨) કલ્પના કરવાની પણ એક સીમા હોવી જોઈએ. મહત્વાકાંક્ષા એ પણ કલ્પનાનું જ ફરજંદ છે. (૩) ચિંતન એ પણ સર્વશ્રેષ્ઠ શક્તિ છે. ચિંતનને સમ્યદિશા પ્રાપ્ત થાય તો પૃથ્વી ઉપર સ્વર્ગ ઉભું કરી શકે છે.આમ મન એક ઉત્તમ અંગતો છે જ. એટલે કે અગત્યનું અંગ છે. | મન ઉપર ચોકી મૂક્યા પછી ખબર પડશે કે, અત્યારે મન કઇ સ્થિતિમાં છે? જો મન ઉપર ચોકી મૂકાય તો તેની નબળી પ્રવૃત્તિમાં ચોક્કસ Controlઆવે છે. જેનાથી આત્માનું હિત થાય, કલ્યાણ થાય, ઉત્થાન થાય, એવા ધ્યાનને પ્રશસ્તધ્યાન કહેવાય. પરંતુ જેનાથી મનની મલિનતા થાય, આત્માની દુર્ગતિ થાય, અધોગતિ થાય એ વા ધ્યાનને અપ્રશસ્તધ્યાન કહેવાય. જગતમાં મોટા ભાગના (26)

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112