Book Title: Mahavirnu Ahimsa Darshan Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 8
________________ દૈનિક જીવન સાથે, આપણી પ્રત્યેક પ્રવૃત્તિ સાથે ભાવનાત્મક રીતે જોડી દેવી જરૂરી હતી. જેવી રીતે સવારે ઊઠીને ટૂથબ્રશ કરવું, સ્નાન કરવું, જીવન નિર્વાહ માટે વ્યવસાય કરવો, રાત્રે નિદ્રા લેવી વગેરે દૈનિક પ્રવૃત્તિઓને આપણે રોજિંદા જીવનકમ સમજીએ છીએ એવી જ રીતે અહિસાને પણ આપણા દૈનિક જીવનક્રમ સાથે જોડી દેવી જોઈએ. આચાર્ય શ્રી મહાપ્રસજીએ ભગવાન મહાવીરના “અહિંસા દર્શનને વર્તમાન સંદર્ભમાં માર્મિક રીતે વ્યકત કરીને આ ગ્રંથની અનિવાર્યતા સિદ્ધ કરી છે. શાંતિની શોધમાં ગુમરાહ બનેલા માનવીને, રાષ્ટ્રને તથા સમગ્ર વિશ્વને આ ગ્રંથમાંથી સાચી દિશા અને સાચું માર્ગદર્શન મળી રહેશે. ભગવાન મહાવીરના ર૬૦૦મા જન્મકલ્યાણક વર્ષની ઉજવણી વર્ષે આ પુસ્તકનું પ્રકાશન વિશેષ મહત્ત્વ ધરાવે છે. શ્રી શુભકરણજી સુરાણાની સનિષ્ઠા, આચાર્યશ્રીના ઉત્તમ ગ્રંથો પૈકીના પ્રાસંગિક ગ્રંથોની પસંદગી કરવામાં સદાય અગ્રેસર રહી છે. આચાર્ય મહાપ્રજ્ઞજીના ગુજરાતી ગ્રંથો માટેનાં કોડિયાં શ્રી શુભકરણ સુરાણાજી પ્રગટાવે છે. મારે તો એમાં માત્ર તેલ જ સિંચવાનું રહે આપ સૌના ઉષ્માપૂર્ણ પ્રતિભાવો બદલ આભાર વ્યકત કરીને, એ પ્રતિભાવોનું અપમાન કરવું નથી.. રોહિત શાહ અનેકાન્ત' ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ, નારણપુરા, અમદાવાદ-૧૩ ફોનઃ ૭૪૭૩૨૦૭ ન મહાવીરનું અહિંસા-દર્શન - 1 | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 210