Book Title: Mahavirnu Ahimsa Darshan
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ અહિંસા અને જીવદયા એ બે સગી બહેનો છે. જીવદયાની શરૂઆત પોતાના ઉપરની દયાથી થતી હોય છે. મારે જીવવું છે, મારે જીવવાની ગરજ છે. તો મને અન્ય કોઈ જીવની હિસા કરવાનો અધિકાર ના હોઈ શકે, “જીવો અને જીવવા દો એ સિદ્ધાંતમાં થોડુંક પરિવર્તન કરીને કહેવું જોઈએ કે, “જીવાડો અને જીવો.” અન્ય જીવોને જીવાડ્યા વગર આપણા જીવનની સલામતી નથી. આ સત્ય સમજવામાં એક પળનો ય વિલંબ થાય તે હવે આપણને પરવડે તેમ નથી. બીજાને મારી શકે તેને વર ના કહેવાય, બીજાને બચાવી શકે એ જ સાચો વીર કહેવાય. કોઈની હત્યા કરવી એ કાંઈ મોટી વાત નથી, પરંતુ કોઈને પોષવું એ મોટી વાત છે. અહિસાને જે લોકો કાયરતા સમજે છે, એ તો ગેરમાર્ગે દોડી રહેલા છે. આજે માણસ અત્યંત ભયભીત જીવન જીવી રહ્યા છે. તેની સામે આર્થિક, સામાજિક, વ્યાવસાયિક અનેક સમસ્યાઓ છે, પરંતુ એ તમામ કરતાં સૌથી મોટી સમસ્યા તો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની છે. હિસાને કારણે પર્યાવરણ સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભાં થયાં પ્રદૂષણની સમસ્યા વિકરાળ બની...નૈતિકતાનાં મૂળિયાં હચમચી ઊઠ્યાં.... આવી વિષમતાઓ અને વિટંબણાઓ વચ્ચે ઘેરાયેલો માણસ અભય શી રીતે હોઈ શકે ? જૈનધર્મ કહે છે કે જો તમારે અભય બનવું હોય. તમારા અસ્તિત્વની સલામતી જોઈતી હોય તો તમે બીજા જીવોને અભય કરો, બીજા જીવોના અસ્તિત્વ સમક્ષ કોઈ પણ પ્રકારની છેડછાટ ના કરો. અહિસાને આપણે ધર્મ સાથે જોડી દઈને એક બહુ જ મોટી ભૂલ કરી બેઠા છીએ. કારણ કે એમ કરવાથી અહિંસાનું ક્ષેત્ર માત્ર ધર્મ પૂરતું જ સીમિત થઈ ગયું. અહિસાને અસીમ મહાવીરનું અહિંસા-દર્શન - 6 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 210