Book Title: Mahakavi Shobhanmuni ane Temni Kruti Author(s): Himanshuvijay Publisher: Vijaydharmsuri Jain Granthmala View full book textPage 5
________________ મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ. કવિ” જગત્ની એક અનેરી વિભૂતિ છે. કવિત્વ શક્તિ કુદરતની અપૂર્વ બક્ષિસ છે. હજારે ધનાલ્યો કે રાજાઓ જગતને જે લાભ ન આપી શકે તે લાભ ધારે તો એક સાચો કવિ આપી શકે છે. કવિને “કવિત્વ શક્તિ” શોધવા જવું પડતું નથી. સ્વયમેવ તે શક્તિ સાચા કવિને વરવા આવે છે. આ કુદરતી કવિજ જગતને અવનો આનંદ આપી શકે છે. “કવિ” જગતના ગમે તેવા પદાર્થોનું સૂકમતમ નિરીક્ષણ કરી તે પદાર્થોને પિતાની કલ્પના શક્તિથી વર્ણવી સુંદર બનાવે છે, અને તે દ્વારા તેમાં તે અને રસ ઉત્પન્ન કરે છે. એ જ કવિની ખરી પૂબી છે. “ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ ” એ લેક કહેવતની પણ આવા કવિ માટે જ સાર્થક્તા ગણું શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38