________________
મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ. માણસ સાથે ધનપાળે શોભનમુનિને ઉપાશ્રયે મોકલ્યા. ધારાવાસિઓમાં હજુ કોઈપણ જાણી શક્યું ન હતું કે આ બંને એક જ માતાના પુત્ર સગા ભાઈ છે. ધારાની સ્થિતિ સુધારવા શોભનમુનિના મનમાં અનેક સંક૯૫
વિકલ્પ થવા લાગ્યા. તેઓ બાહોશ અને ધનપાળને પ્રતિ- યુક્તિબાજ હતા. તેમણે પોતાના સાધુઓને બોધ અને બે ધનપાળને ત્યાં ગોચરી લેવા મોકલ્યા. પ્રશાંત ભાઈઓની ભેટ. આકૃતિવાળા બે જૈન મુનિઓએ જૈન ધર્મના
કટ્ટર દુશ્મન ધન પાળના ઘેર જઈ ધર્મલાભને પવિત્ર નાદ સંભળાવ્યું. ધનપાળ તે વખતે સ્નાન કરતો હતો. તેની સ્ત્રીએ સાધુને કહ્યું કે “અહીં ખાવાનું નહિ મળે, ચાલ્યા જાવ.” ધનપાળે પોતાની સ્ત્રીને કહ્યું કે –“અતિથિને નિરાશ કરે તે મોટો અધર્મ છે, માટે કંઈને કંઈ તો આપ.” તે સ્ત્રી ત્રણ દિવસનું દહીં લાવી મુનિને આપવા લાગી. મુનિએ પ્રશ્ન કર્યો કે -બહેન, આ કેટલા દિવસનું છે?” ઉત્તરમાં તે ચિડાઈને બોલી “ આમાં જીવડાં (પરા) પડી ગયાં છે શું? લેવું હોય તો લો નહિ તો રસ્તો પકડે.” મુનિ બેલ્યા કે:-“બહેન તમે ન કામ ક્રોધ શા માટે કરે છે? અમારે આચાર છે માટે પુછીએ છીએ. હવે રહી જીવડાની વાત. તેના ઉત્તરમાં કહેવાનું કે -બે દિવસ ઉપરાંત દહીંમાં ખટાશ વધતી જાય છે, તેથી તેમાં તે રંગના જી ઉતપન્ન થાય છે એમ જેન શાસ્ત્રો કહે છે. તેની સાક્ષાત્ પ્રતીતિ કરવી હોય તો અલત લાવી દહીંમાં નાખે.” ધનપાળ ત્યાં આવી આ બધી વાત રસપૂર્વક સાંભળતો હતો. તેણે કેતુક જેવાની ખાતર અથવા તત્ત્વ નિશ્ચય કરવાની ખાતર અલતો મંગાવી દહીંમાં નાખ્યા. ડી વારમાં જ તેમાં કેટલાક તે જ વર્ણના–દહીંના રંગના જંતુઓ ઉપર ચાલતા દેખાયા. ધનપાળનું હદય આ દ્રશ્ય જોઈ પીગળ્યું. બહુ આશ્ચર્ય થતાં તેના હૃદયે પલટે ખાધે. જૈન ધર્મની શ્રદ્ધાનું તેનામાં બીજ રોપાયું. જાણે શાસ્ત્રાર્થમાં પરાસ્ત થયો હોય; તેમ નગ્ન થઈને તે મુનિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com