________________
શેભનસ્તુતિચતુર્વિશતિકાની ટીકાઓ.
૨૫
ચંદ્રસૂરિ, કીનિરાજે પાધ્યાય, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિગેરેની નેમિનિવણ, નેમનાથ મહાકાવ્ય, ઐન્દ્રસ્તુતિ આદિ કૃતિઓ શબનમુનિકૃત પ્રસ્તુત કૃતિના અનુકરણ અથવા પ્રેરણાનું ફલ છે.
શાસનસ્તુતિમાં અનેરી સુંદરતા અને ગંભીરતા હોવાથી અનેક આચાર્યો અને કવિઓએ શોખ કે પરોપકારાર્થે તે ઉપર ટીકાઓ બનાવી છે. જેમાંની નવ ટીકા તે આજકાલ જાણીતી છે. એનાથી પ્રસ્તુત કૃતિની મહત્તા ગંભીરતા અને પ્રસિદ્ધિ સહેજે સમજી શકાય તેમ છે. તે ટીકાકારોનાં નામે આ છે –
ધનપાલ, જયવિજયજી, રાજમુનિ, સભાગ્યસાગરસૂરિ, કનકકુશલગણિ, સિદ્ધિચંદ્રગણિ, દેવચંદ્ર, અજબસાગર અને એક બીજા અવચેરિકાર પૂર્વાચાર્ય ( આમના નામને પત્તો મળે નથી).
વીસમી સદીમાં પણ ડોકટર હરમન યાકેબી વિગેરે વિદ્વાનોએ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી વિગેરેમાં આનાં ભાષાન્તરે કર્યા છે. મો. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ સ્તુતિચતુર્વિશતિકાની અનેક ટીકાઆ સંપાદિત કરી છે. વિક્રમ સં ૧૯૭૫ મા શ્રીમાન અજિતસાગરસૂરિજી મહારાજે પણ “ સરલા ” નામની ટીકા તથા ગુજરાતી ભાષાન્તર કરેલ છે. જે થોડા ટાઈમમાં બહાર પડશે.
“ તારણ. ” અહીં મહાકવિ ભનમુનિની જીવનરેખા ટૂંકાણમાં આલેખી છે. તેમને સત્તા સમસ્થ ઈસ્વી ૧૧ મી સદીમાં છે. તેઓ જન્મથી બ્રાહ્મણ અને પાછળથી દીક્ષા લઈ જેનશ્રમણ (મુનિ) થયા હતા. રાજા ભેજ સાથે તેમના આખા કુટુંબને ઘણો મીઠો સંબંધ હતો.
શ્રી શાસનની સ્તુતિચતુર્વિશતિકાનાં સુંદર તથા છટાવાળાં ભક્તિ ભર્યા વને કવિઓને પ્રસન્ન કરનારાં છે. લોકે આને વધુ પ્રચાર કરી ગ્રંથકારને પણ ઓળખે એટલું ઈછી આ નિબંધને અહીં જ પૂરે કરું છું.
શ્રી શોભનમુનિની કૃતિનાં વિશિષ્ટ પદ્યો પરિશિષ્ટમાં આપ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com