________________
વિશિષ્ટ પુસ્તકો.
لا
વક્તા બને: - ઢંકાઈ રહેલી વકતૃત્વ શક્તિને વિકાસ કરવાની ઇચ્છા રાખનાર હરકોઈ આ પુસ્તકને વાંચે. પિતાની અજબ વકતૃત્વ શક્તિથી હજારો મનુબેની સભાને ડેલાવનાર, રાજા મહારાજાને ચમત્કૃત કરનાર પ્રખર વક્તા મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે પોતાના પચ્ચીસ વર્ષને અનુભવ આમાં નાખ્યો છે. સાધુ કે ગૃહસ્થ કોઈપણ ઉપદેશક આ પુસ્તકને વાંચી બોલવાની સારી શક્તિ મેળવી શકે છે. કિમત ૦-૬-૦ છે.
આબ:–(પહેલો ભાગ ) આબૂ પર્વત ઉપર રહેલાં જેન–અજેને દરેક પ્રસિદ્ધ સ્થલે વિષે આમાં પ્રામાણિક માહિતી આપી છે. ૭૫ ફટાઓ આ પુસ્તકમાં આપ્યાં છે. આ ગ્રંથના કર્તા મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ છે. કિંમત રૂા. ૨-૮-૦
સમયને ઓળખ–(ભાગ ૧-૨) સામાજિક કુરૂઢિઓ સામે બેઠે બળ જગાડનાર મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના લખેલા અનેક ક્રાંતિકારી લેખો આ બન્ને ભાગમાં છે. બન્ને ભાગની કિંમત રૂ. ૧-૬-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com