________________
ગામની પરીક્ષા.
૧૯ લાંબું ગુજરાતી ભાષાન્તર કર્યું છે. લંબાણથી પ્રસ્તાવના લખવા છતાં શોભન મુનિના જીવન વિષે કઈ પણ જાતને નિર્ણય તેમણે કર્યો નથી. હું નથી સમજી શકતો કે આટલા મોટા પુસ્તકમાં તેઓએ શોભનના વિષયમાં મહત્વનું કેમ નથી લખ્યું? અસ્તુ.
જોકે અત્યારે વિસ્તારથી હું લખવા બેઠા નથી, છતાં આ સ્થળે આ સંબંધે હું થોડી વિચારણા કરવા યત્ન કરું છું. ઉપરના કેઝકથી જણાય છે કે જુદા જુદા ગ્રંથમાં શેભનના
પિતા સર્વદેવની નગરીનાં ધારા, ઉજજગામની પરીક્ષા, ચિની, અવતી અને વિશાલા એમ ચાર
નામે લખ્યાં છે. આચાર્ય શ્રી હેમચંદ્રના અભિધાનચિતામણિ કોષમાં અવની, વિશાલા અને પુષ્પકરડિની આ ત્રણે ઉજ્જયિની (ઉજજૈન) ના પર્યાય શબ્દો લખ્યા છે. આનાથી આટલે ખુલાસો તો થઈ જાય છે કે, અવન્તી અને વિશાલા આ બે ઉજજેનનાં અપર (પર્યાય) નામે છે. હવે શોભનની નગરી વિષે, ધારા (ધાર) અને ઉજજેન આ બે મત રહ્યા. ધારાના મતમાં પાંચ ગ્રંથ છે જ્યારે ઉજ્જૈનના મતમાં ત્રણ ગ્રંથ છે. આ બે મતભેદ ધરાવનાર ગ્રંથમાં એક બાજુ પ્રભાવકચરિત્ર, તિલકમંજરી, શેભનસ્તુતિટીકા જેવા ગ્રંથ છે અને બીજી બાજુ પ્રબંધચિંતામણિ છે. પ્રબંધ ચિંતામણિના ઉલેખને પ્રમાણ વગર વખેડી પણ કઢાય નહિ, તેથી મારો મત તે એ છે કે “પરમાર વંશીય રાજા મુંજ ઉજ્જૈનમાં રાજધાની રાખી માળવાનું રાજ્ય કરતો હતો, તેના ઉત્તરાધિકારી લેજે પણ
१" उज्जयिनी स्याद् विशालाऽवन्ती पुष्पकरण्डिनी।
અભિધાનચિન્તામણિ” ૪-૪ર ૨ હવઈકારાન્ત અવનિત શબ્દ માલવાદેશને વાચક છે, જુઓ હૈમકેષમાં (૪-૨૨).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com