________________
મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ. શેભન મુનિના ગુરુ તરીકે ત્રણનાં નામે કોષ્ટકમાં દેખાય છે.
એક તો મહેન્દ્રસૂરિ, બીજા વર્ધમાનસૂરિ શોભન મુનિના અને ત્રીજા જિનેશ્વરસૂરિ ધનપાલ કવિએ ગુરુ,
સ્પષ્ટ રીતે એ ઉલ્લેખ કર્યો નથી કે સર્વદેવને
નિધિ કોણે બતાવ્યું. તેની શ્રદ્ધા કયા આચાર્ય ઉપર થઇ અને શોભને દીક્ષા કોની પાસે લીધી ? અત્યારે તે શેભનના વિષે વિગતવાર જૂનામાં જૂને ઉલ્લેખ પ્રભાવક ચરિત્રમાં મળે છે. તેમાં લખ્યું છે કે-શોભન મુનિના ગુરુ મહેન્દ્રસૂરિ હતા. આ આચાર્ય પાસેથી જ શેનના પિતાએ નિધાનનું સ્થાન જાણ્ય, ધર્મ પામ્યો અને આમને જ પોતાને શેભન નામને પુત્ર દીક્ષા આપવા સોંપે. આ વાતને પ્રમાણિત કરવા માટે સૂચનારૂપે સાધન તિલકમંજરી છે, કે જે શેભનના સગાભાઈ કવિ ધનપાળે બનાવી છે. તેણે તિલકમંજરીની પીઠિકામાં ઈન્દ્રભૂતિ, વ્યાસ વાલ્મિકાદિકવિઓની સ્તુતિ કરી શ્રી મહેન્દ્રસૂરિની પણ સ્તુતિ કરી છે. પોતાના સમયમાં શાંતિસૂરિ, સૂરાચાર્ય, અભયદેવસૂરિ, વર્ધમાનસૂરિ વિગેરે અનેક વિદ્વાન જૈનાચાર્યોની હસ્તી હોવા છતાં તેમની સ્તુતિ નહિ કરતાં આ આચાર્યની જ સ્તુતિ કરવામાં ધનપાલને તેમના ઉપર દઢ ધર્મરાગ અને શોભનના ગુરુ તરીકે સંબધ હોય એ ક૯૫ના સહેજે કરી શકાય છે. શેભનના ગુરુ આ મહેન્દ્રસૂરિ, કોના શિષ્ય હતા? કોની પરંપરામાં થયા? એમણે ક્યા અને કેટલા ગ્રંથ લખ્યા? તે વિષે હજી સુધી કાંઈપણ જણાયું નથી. પ્રભાવક ચરિત્રમાં મહેન્દ્રસૂરિને પ્રબંધ છે, તેનાથી તેઓ ચાંદ્રગચ્છના વિદ્વાન આચાર્ય હતા એટલું જણાય છે. ૧ જુઓ પ્રભાવક ચરિત્રમાં મહેન્દ્રસૂરિ ચરિત્ર. २ “ सूरिर्महेन्द्र एवैको वैबुधाराधितक्रमः ।
વસ્થામતિવ્રૌઢિ વિચિત્ વવઃ” | તિલકમંજરી ૩૪. 3 तत्रान्यदाययौ चान्द्रगच्छपुष्करभास्करः ।
શ્રી પ્રભુ પારદધા યુવાપયોજિક છે મહેન્દ્ર રિચરિત્ર લેક ૧૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com