________________
૨૦
મહાકવિ શબનમુનિ અને તેમની કૃતિ ત્યાં જ પ્રારંભમાં રાજધાની રાખી હતી, પણ ગુજરાત તરફના રાજાઓનાં આક્રમણે તે વખતે અવારનવાર થયાં કરતાં હતાં, તેથી રખેને ગુજરાતથી દાહોદ, ગોધરા, રાજગઢ, અને ધારાના રસ્તે થઈ ગુજરાતના રાજા માળવા ઉપર ચઢાઈ કરી આવે ? એવી આશંકાથી ભેજરાજાએ ધારમાં વધુ સ્થિરતા કરી બધાં દફતર ત્યાં આણ્યાં હોય? એટલે કે ધારાનગરીને રાજધાની કરી ત્યાં વધુ વખત જ રહેવા લાગ્યું હશે.” તે પછીના ઉલ્લેખમાં ભેજ ધારાધીશ-ધારાપતિ તરીકે ઓળખાય છે.
જ્યારે રાજા ભેજ ઉજજેસ્થી ધારા રહેવા ગયે તો તેના આશ્રિત પંડિતોએ પણ ત્યાંજ (ધારામાં) રહેવું જોઈએ, એટલે ધનપાલ, અને શેભનના પિતા પહેલાં ઉજજૈન રહેતા હશે ? અને પાછળથી રાજા ભેજની સાથે પોતાના પુત્રો ધનપાલ અને શોભનને લઈને તેઓ ધારામાં રહેવા ગયા હશે. એ હિસાબે ઉજજૈન અને ધારા આ બને નગરીમાં ધનપાળ તથા શોભન રહ્યા હતા એમ માનવામાં કશે બાધ નથી. મારા આ મતથી પ્રભાવક ચરિત્ર અને પ્રબંધચિંતામણિ વિગેરે ગ્રંથોના ઉલ્લેખોને પણ સમન્વય થઈ શકે છે. પ્રબંધચિંતામણિમાં પૂર્વકાલની દષ્ટિએ વિશાલા
૧ જુએ પ્રબંધચિંતામણિને ભેજભીમ પ્રબંધ.
૨ જુઓ સરસ્વતી કંઠાભરણની પ્રસ્તાવના તથા તિલકમંજરીની પ્રસ્તાવના. ભોજને રાજ્યકાલ વિક્રમ સં. ૧૦૬૭ થી ૧૧૧૧ સુધી છે.
૩ ભોજની રાજધાની ધારા (ધાર) માં હતી તે વિષે શાંતિસરિચરિત્ર, મહેન્દ્રરિચરિત્ર, સરાચાર્યચરિત્ર, અભયદેવસૂરિચરિત્ર, બિલ્ડણકવિનું વિક્રમાંકદેવચરિત્ર, ભેજભીમ પ્રબંધ, પાઈઅલછીનામમાળા, સરસ્વતી કંઠાભરણ, પ્રમેયકમલમાર્તડની પ્રસ્તાવના, રાજવંશાવલી અને હિંદુસ્તાની સૈમાસિક વિગેરે ગ્રંથો જેવા. વિસ્તારના ભયથી હું અહીં વધુ વિચાર કરતે નથી, તથા તે તે ગ્રંથોના પાઠ આપતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com