Book Title: Mahakavi Shobhanmuni ane Temni Kruti
Author(s): Himanshuvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ. શેભન મુનિનું જીવન ભિન્ન ભિન્ન બે પ્રકારના સંસ્કારોથી ઘડાયું છે–જન્મથી તેમનામાં વૈદિક સંસ્કાર શેભનના પૂર્વજે પાવાયા છે અને દીક્ષા પછીથી જેન અને તેનું પ્રારં- સંસ્કારેએ તેમાં અપૂર્વ સુધારણ કરી ભિક જીવન. નવું તેજ ઉત્પન્ન કર્યું છે. જન્મથી તેઓ વૈદિક બ્રાહ્મણ હતા. સહુ પહેલાં આપણે તેમના ભાઈ ધનપાળની કૃતિ “તિલકમંજરી” તરફ નજર નાખીશું. મહાકવિ ધનપાળ પોતાને પરિચય આપતાં તેમાં લખે છે – મધ્યદેશ કે જેને આજકાલ સંયુક્ત પ્રાંત ( યુ. પી. ) કહેવામાં આવે છે, તેમાં આવેલા “સાંકાય” નગરને રહેવાસી દેવર્ષિ ' બ્રાહ્મણ હતે. તેનો પુત્ર “સર્વદેવ” થયે, જે શાસ્ત્રકળા અને ગ્રંથ રચવામાં નિપુણ હતો. આ સર્વદેવને બે પુત્રો થયા, માટે “ધનપાળી” અને નાના “શેભન”. આપણું ચરિત્રનાયક આ જ શોભન છે. ધનપાળના પિતા સર્વદેવ, “ભેજ” ની ધારા” (ધાર) નગરીમાં આવી રહ્યા હતા. તેમના બંને પુત્રોને જન્મ કયાં થયે, તેને નક્કી ખુલાસે જે કે આપણને મળતો નથી, પણ અનુમાનથી કહી શકાય કે, સર્વદેવ ઘણું વર્ષોથી ધારામાં આવી રહ્યા હશે, આ હિસાબે આ બંને તેમના પુત્રોને જન્મ ધારામાં થયેલ હોય એમ લાગે છે. જે વખતે રાજા “ભેજ ” માળવાનું રાજ્ય કરતો હતો તે વખતની “ધારા” નગરી ઘણી જાહોજલાલીધારાનગરી. વાળી હતી. અનેક વીરે, વિદ્વાને અને ધના ત્યોથી તે નગરી શોભી રહી હતી. વિદ્યાના १. आसीद् द्विजन्माऽखिलमध्यदेशे प्रकाशसाझाश्यनिवेशजन्मा । अलब्ध देवार्षरिति प्रसिद्धिं यो दानवर्षित्वविभूषितोऽपि ॥ ५१ ॥ રાવતી, રા: વાણું, વ ર વો ૨ મિr ag: I तस्याऽऽत्मजन्मा समभून्महात्मा, देवः स्वयंभूरिव सर्वदेवः ॥ ५२ ॥" તિલકમંજરીની પીઠિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38