Book Title: Mahabharat Katha Author(s): Karsandas Manek Publisher: Nachikta Prakashan View full book textPage 6
________________ નાસ્તિ ચેષ થરા: નરમ= મયમ-જેમની યશ-કાયાને (અને રસકાયાને) જરા અને મરણને ભય નથી એવા સાહિત્યની કોટિની છે. આ જ પદ્ધતિએ શ્રીમદ્ભાગવતની, વાલ્મીકિ રામાયણની, કાલિદાસના રઘુવંશની, તેમ જ આપણી સંસ્કૃતિના બીજા કેટલાક વિશ્વમાન્ય મહાગ્રન્થોની કથા ર૪ ગુજરાતી વાચકોને આપવાની મારી ધારણા છે. વાચકેને ઉત્સાહસભર સહકાર એમાં સાંપડશે જ એમ કહેવું એ હવે, ગગનમાં ઘનઘટાટોપ જોયા પછી વરસાદ વરસશે એવી આગાહી કરવા બરાબર છે. - બીજો આભાર માનવો ઘટે છે પૃષ્ઠદાન દ્વારા પ્રકાશનના આ કાર્યને હજુ પણ વધુ હળવું બનાવનાર મારા અનેક સન્મિત્રોને. એમનાં નામે તે તે તે પૃષ્ઠો સાથે સંકળાયેલાં છે જ, પણ તેટલા ઉપરથી જ માત્ર તેમની લાગણીને અંદાજ નહિ આવે. એમાં કોઈને પણ બે વાર કહેવું પડયું નથી. કેટલાકને તે એક વાર પણ નથી કહેવું પડયું. સામે ચાલીને તેઓ મારે ઘેર સહાયતા પહોંચાડી ગયા છે. ઈશ્વરકૃપા તે આનું જ નામ. . . . . આ ત્રણેય ભાગ જે નચિક્તા પ્રકાશનનાં પ્રકાશને છે, તે નચિક્તા પ્રકાશને અત્યાર સુધીમાં નીચે પ્રમાણે નાનાં મેટાં પુસ્તકે બહાર પાડ્યાં છેઃ (૧) રામ, તારો દીવડો (૨) સિધુનું સ્વપ્ન અને પ્રીતને દર (૩)ગીતાવિચાર (૪) ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે (૫) શતાબ્દીનાં સ્મિતે અને અશ્રુઓ (૬) પ્રતિજ્ઞા–પુરુષોત્તમ (૭) હરિનાં લોચનિયાં, (૮) નવામૃત અને (૯) માલિની. આ ઉપરાંત “ઈશાવાસ્ય ઉપનિષદ”, “કલ્યાણયાત્રી" અને “મહાબતને માંડવે” હિંદી અનુવાદ, એ ત્રણનું વિતરણ પણ નચિકેતા પ્રકાશન જ સંભાળે છે-અને “નચિકેતા” માસિકનું સંપાદન તે છે જ. કોઈ ખાસ ઑફિસ કે સ્ટાફ વગર, લગભગ એકલે હાથે આ બધાં કામે થતાં રહે છે, જે જોઈને હું જાતે જ સાનંદાશ્ચર્ય અનુભવું છું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 238