Book Title: Maa Baap Chhokarano Vyavhar Granth Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 7
________________ ગુસ્સાના પડઘાં, ઝીલે છોકરાં બાપ કરતાં અને સવાયા, આકરાં! ઘેર ઘેર પ્રાકૃતિક ખેતરાં સત્યુગમાં; ભિન્ન ભિન્ન ફુલોનાં બગીચા કળિયુગમાં! માળી બને તો બગીચો સુંદર સજે; નહિ તો બગડી ગયા, કષાયો ભજે! ન કરાય છોડી પર કદિ શંકા; સાંભળી લે બરબાદીના ડંકા! છોકરાંને વારસામાં અપાય કેટલું? આપણને બાપ પાસેથી મળેલું તેટલું! વધારે આપશો તો થશે ઉડાઉ; | દારૂડિયો થઈ કરશે તને જ મ્યાંઉં! જેટલો છોકરાં પર રાગ ઉભરાય; એટલો જ ષ “રીપેમાં ભોગવાય! રાગદ્વેષથી છૂટવા થા વીતરાગ; ભવપાર થવાનો આ એક જ માર્ગ! મોક્ષ માટે વાંઝીયા મહાપુણ્યશાળી; ખોળો નહિ પણ ચોપડો લાવ્યો ખાલી! ક્યા ભવમાં ન જમ્યા બચ્ચાં; હવે તો જંપ, બન મુમુક્ષુ સચ્ચા! મા-બાપ છોકરાં છે રીલેટીવ સગાઈ; વારસો ના આપે તો કોર્ટમાં તગાઈ! ટૈડકાવે બે કલાક તો કાયમની કીટ્ટા! સમજી જા સ્મશાન પુરતા આ છે બેટ્ટા! આત્મા સિવાય ન કોઈ પોતાનો; દુઃખે દેહ ને દાંત, હિસાબ ખાતાનો! ન હોય કદિ દ્રષ્ટિમાં બધાં છોકરાં સરખાં; લેણદેણ, રાગદ્વેષનાં બંધન મુજબ ફરકાં! હિસાબ ચૂકવતાં ન જવાય ત્રાસી; હવે સમજીને પતાવ, નહિ તો ફાંસી! ઘણાં કહે, માને છોરાં સહુ સમાન; રાગદ્વેષ એ લેણદેણના પ્રમાણ! મા-બાપ એક ને છોકરાં ભિન્ન ભિન્ન; વર્ષા સરખી છતાં બી મુજબ સીન! ‘લૉથી એક કુટુંબમાં ભેળાં થાય; મળતા પરમાણુઓ જ ખેંચાય! થાય ભેગાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ; ઘટે ઘટના ‘વ્યવસ્થિત'નો સ્વભાવ! શ્રેણીક રાજાને જેલમાં નાખ્યો દીકરાએ; દીકરાના ડરથી હીરો ચૂસી મર્યા એ! આત્માનો નથી કોઈ દીકરો; છોડી માયા પરભવ સુધારો!Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 315