Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
ત્યારપછી પ્રેક્ષામંડપ, અક્ષપાટક, તથા મણિપીઠિકા અને એની ઉપર લટકતી મોતીની માળાનું વર્ણન છે.
આ મોતીની માળા કેટલા પ્રમાણની છે તે વિશેષથી જણાવેલ છે. (આના વર્ણનને સમજાવવા માટે પરિશિષ્ટમાં યંત્ર આપેલ છે. તેમાં તેનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
આ નંદીશ્વર દ્વીપમાં ભવ્ય જિનાલયની શોભા પૂજા કરનારાઓથી કેવી વૃદ્ધિને પામે છે તેનું વર્ણન છે શ્લોકમાં ખૂબ જ આકર્ષક રીતે કરેલ છે.
આ દ્વીપ ઉપર ક્યા સ્થાને ક્યા દેવો અષ્ટાક્ષિક મહોત્સવ કરે છે તે બતાવીને ત્યાં ગંધર્વ દે કેવી રીતે નૃત્ય કરે છે તે બતાવેલ છે. અને તે પ્રસંગમાં કુમારનંદી સોનીના પ્રસંગનું વર્ણન કર્યું છે.
અહિ જંઘાચરણ તથા વિદ્યાચારણ મહાત્માઓ કેવી રીતે આવે છે તે બતાવીને પછી રતિકર પર્વતનું તથા તે પર્વતની ચારે દિશામાં કઈ કઈ દેવીઓની રાજધાની છે તેનું ખૂબ વિસ્તારથી વર્ણન છે.
આ વર્ણનમાં જે-જે વિશેષતા કે મતાંતર છે તે પણ જણાવેલ છે. એ પ્રમાણે આ દ્વીપનું વર્ણન કરીને પછી નંદીશ્વર સમુદ્રનું અને ત્યારપછી અરૂણદ્વીપ અને અરૂણોદ સમુદ્રનું વર્ણન તેના નામની સાર્થકતા બતાવવાપૂર્વક જણાવેલ છે.
ત્યારપછી અરૂણવર દ્વીપ તથા અરૂણવર સમુદ્રનું વર્ણન કરીને અરૂણુવરાવભાસ દ્વીપ અને સમુદ્રનું વર્ણન કરેલ છે.
ત્યારપછી બારમે કુંડલદ્વીપ કઈ રીતે ઘટે તે બતાવેલ છે.
ત્યારપછી દરેક દ્વીપસમુદ્રોનું ત્રિપ્રત્યાવતાર કહેલ છે. તે વિગતવાર મતાંતરે ટાંકીને બતાવેલ છે.
હવે કુંડલગિરિ પર્વતનું, તેના ઉપર રહેલા જિનાલયનું, ત્યાં રહેલી બત્રીશ રાજ ધાનીઓનું વિશેષથી વર્ણન કરેલ છે.
ત્યારપછી છપ્પન દિકુમારીકાઓના સ્થાનની વિગત બતાવીને છેલ્લા પાંચ દ્વીપસમુદ્રોના નામ બતાવવા પૂર્વક સ્વયંભૂરમણ-સમુદ્રનું કાવ્યમય શૈલીથી વર્ણન કરીને પૂજ્ય ઉપકારી ગુરૂદેવ તથા માતા-પિતાને યાદ કરીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સર્ગ પૂર્ણ કરેલ છે.
સર્ગ પચીસમે તિછલોકનું લોકાંત વર્ણન કરીને હવે ઉર્વ ભાગમાં રહેલા સ્થિર જ્યોતિષ ચક્રનું વર્ણન આ સર્ગની અંદર કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org