Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
આ પર્વત ઉપર રહેલા કૂટોના વામી કોણ-કોણ છે ? તે તથા કઈ દિશા-વિદિશામાં છે? તે જણાવીને સાથે જે મતાંતર પડયા છે તે પણ બતાવેલ છે.
આ પર્વતના ચાર ફૂટો ઉપર જિનાલય છે, તે કેવી રીતે સંભવે છે, તે બતાવીને જે પરમાત્માના ચૈત્યને માનતા નથી તેમને જબ્બર પુરાવો આપીને એમની નબળાઈને પ્રદર્શિત કરી છે.
આ માનુષેત્તર પર્વતની મૂલ-મધ્ય તથા ઉપરની એમ ત્રણ પરિધિ બતાવેલ છે.
એવી જ રીતે પુષ્કરાર્થની પણ બાહ્ય પરિધિ બતાવેલ છે. ત્યારપછી પુષ્કરાઈ દ્વિીપમાં રહેલ ઈષકાર પર્વત તથા તેના કુટની વિગતે પણ ધાતકીખંડ પ્રમાણે જ સમજવી એમ જણાવ્યું છે.
હવે આ દ્વીપમાં વિશેષ જે બે કુંડે છે તે કયા સ્થાને, કેટલા જિને, કેટલા જન ઉંડા, પહેળા તથા કેવા આકારે છે, તે જણાવીને આ પુષ્પરાધ ક્ષેત્રને પર્વત તથા ક્ષેત્રો દ્વારા મધ્યમાં, મૂળમાં અને આગળ કેટલું ક્ષેત્ર રોકાયેલ છે તે સર્વ ગણિતપૂર્વક બતાવેલ છે.
ધાતકીખંડ દ્વીપ ચાર લાખ જન પ્રમાણ છે જ્યારે પુષ્કરાઈ આઠ લાખ જન પ્રમાણે છે. એટલે ધાતકીખંડના પદાર્થોથી પુષ્કરાના પદાર્થો વિસ્તારમાં દ્વિગુણ છે. બાકી સંખ્યાથી એટલા જ છે. જેથી ક્ષેત્ર, પર્વત, નદી, કૂટ, વૃક્ષ, મેરૂપર્વત તથા દ્રહ આદિના નામ તથા વિસ્તારને સંક્ષેપમાં જણાવ્યું છે.
આ દ્વીપમાં રહેલા આઠ વિહરમાન તીર્થંકર પરમાત્માઓના નામ તથા તેઓ કયા વિજ્યમાં વિચરે છે, તે જણાવેલ છે.
આ દ્વીપના ચન્દ્ર-સૂર્ય–ગ્રહ-નક્ષત્ર તથા તારાનું સંખ્યાથી માન તથા આ મનુષ્ય ક્ષેત્રની બહાર ઉત્પત્તિ અને મૃત્યુ નથી, તેમજ તેમાં કોઈ દેવ પણ પિતાની શકિતનો ઉપયોગ કરે તે શું બને તે જણાવેલ છે.
આ બતાવીને હવે આ મનુષ્યક્ષેત્રની બહાર શું-શું નથી તે કલેક દ્વારા તથા પછી જીવાભિગમ સૂત્રના પાઠ દ્વારા જણાવ્યું છે.
આ રીતે ૨૦૩ શ્લોકમાં વર્ણન કર્યા બાદ ૩૦ લેકમાં મનુષ્ય ક્ષેત્રનું એટલે અઢીદ્વીપને સર્વ પદાર્થોનું સંખ્યાથી સરવાળે કરીને ટુંક વર્ણન કરેલ છે. જે એક યંત્રનું કાર્ય કરે તેવું છે.
ફરી ગુરૂના પરમ ભક્ત તેમ પરમાત્માના પરમ સેવક પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે વીશ વિહરમાન ભગવાનના નામ લઈને સ્તુતિ કરીને ઉત્કૃષ્ટથી તથા જઘન્યથી તીર્થકર પરમાત્માની હાજરી, કેવલી ભગવંતો, ચક્રવતી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, નિધિઓ, રને (એકેન્દ્રિય તથા પંચેન્દ્રિય) વગેરેનું સંખ્યાથી માન આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org