Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૧૮
હવે, મધ્યમાં રહેલા મહાવિદેહને વિસ્તાર તથા તેમાં રહેલ અન્ય પદાર્થો વગેરેનું શકય વિસ્તૃત વર્ણન છે.
ત્યારપછી ગજદંત પર્વતનું વર્ણન કરીને મેરૂ પર્વત તથા તેનાં ત્રણ કાંડ, નીચે ભદ્રશાલ વન વગેરેને જન માનથી વિરતાર બતાવીને અનુવાદક પૂજ્યશ્રીએ ગણિતના દાખલાઓ દ્વારા સર્વ સરવાળા આપીને જિજ્ઞાસુ અભ્યાસીને સમજવામાં ખૂબ સરળતા કરી આપી છે.
અહીંના મેરૂ પર્વતની જે વિશેષ વિગત છે તે પણ બતાવી છે.
એ રીતે જંબુદ્વીપના વર્ણન પ્રમાણે વર્ણન કરતાં જે વિશેષ હતું તે જણાવ્યું છે અને ધાતકીખંડના મહાવિદેહ ક્ષેત્રની અંદર રહેલા આઠ વિહરમાન તીર્થકરોની સ્તુતિ કરીને સર્ગને રસાળ બનાવ્યા છે.
આ રીતે રપર કલાક સુધી ઘાતકીખંડનું વર્ણન કર્યા પછી સક્ષેપથી એ સર્વ પદાર્થોનું નામ તથા સંખ્યાથી નિર્દેશ કરેલ છે.
ત્યારપછી ઉત્કૃષ્ટ તથા જઘન્યથી તીર્થંકર પરમાત્મા–બલદેવ-વાસુદેવ-ચક્રવતી– નિધાને–ચક્રવતીના એકેન્દ્રિય રત્નો તથા પંચેન્દ્રિયરનું સંખ્યાથી વર્ણન કર્યું છે.
આ ધાતકીખંડમાં સૂર્ય-ચન્દ્રગ્રહ-નક્ષત્ર-તારાની સંખ્યા બતાવીને ધાતકીખંડનું વર્ણન પૂર્ણ કરીને કાલોદધિ સમુદ્રનું વર્ણન કરતાં પ્રથમ તેના નામની સાર્થકતા બતાવીને તેને વિસ્તાર, ઉંડાઈ અને એના પાણીની મધુરતા તથા બાહ્ય-પરિધિ જણાવેલ છે.
ત્યારબાદ વિજ્યાદિ ચારે દ્વારેનું પરસ્પર અંતર, સૂર્ય-ચન્દ્ર તથા તેના અંતદ્વીપનું સામાન્ય વર્ણન કરેલ છે.
આ સમુદ્રના સૂર્ય-ચન્દ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાઓની સંખ્યા બતાવેલ છે.
આ રીતે બાવીસમાં સર્ગની પૂર્ણાહુતી ઉપકારી ગુરૂદેવ તથા ઉપકારી માતા-પિતાને યાદ કરીને પૂજ્ય પાદ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે કરી છે.
સગ તેવીસમો: આ સર્ગની અંદર કાલેદધિ પછીના પુષ્કરાર્ધદ્વીપનું વર્ણન કરેલ છે.
આ દ્વીપનું વર્ણન કરતા પુષ્કરદ્વીપના નામની સાર્થકતા તથા તેને વિસ્તાર બતાવેલ છે.
ત્યારપછી અર્ધભાગમાં રહેલા માનુષેત્તર પર્વતના નામની સાર્થકતા તેની સુંદરતા તથા ઉંચાઈ આદિનું માન તેને આકાર અને આકાર પ્રમાણે પહોળાઈનું માન બતાવેલ છે.
ત્યારબાદ આ પર્વત ઉપર રહેનારા દેવ તથા મનુષ્યને વસવાટ તથા આ પર્વતના સુવર્ણની જાતિ બતાવીને તેની અંદર રહેલા લતા મંડપ, વાવડીઓ, કીડા મંડપ, કૂટો, ગવાક્ષ, તથા કિલ્લા આદિનું નામ નિર્દેશ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org