________________ જતાં આ શબ્દકોષ પંચાંગી કોષ બનેલ છે. આ રીતે વિસ્તૃત શબ્દકોષ મૂળ ગ્રંથ સાથે પ્રકાશિત થતાં મૂળ ગ્રંથનાં મહત્તમાં વધારે થાય છે. આમ તે આ ગ્રંથનું અધ્યયન કરતાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ રચિત શ્રી “અભિધાનચિંતામણિ કષ” ગ્રંથ સામે રાખ પડે. જેમને અભિધાનચિંતામણિ કોષ ગ્રંથ કંઠસ્થ હોય તેમને આ મૂળ ગ્રંથ કંઠસ્થ કરે કે સમજ ખૂબ જ સરળ થઈ પડે એમ છે. અથવા તો અભિધાનચિંતામણિ કષ ગ્રંથના અભાવે પણ આ સાથે અપાયેલ પાંચ વિગત સાથેને પંચાંગી સંસ્કૃત શબ્દકોષ અનેક રીતે ખૂબ જ ઉપયોગી થઈ પડશે એ નિશંક છે. ગ્રંથકને સંક્ષિપ્ત પરિચય” નામક લેખ પણ આ ગ્રંથમાં આપેલ છે. (જુઓ. પૃ. 10) આ લિંગનિર્ણય ગ્રંથ પર કર્તાએ સ્વપજ્ઞવિવરણ રચ્યો હોવાના ઉલ્લેખે પ્રાપ્ત થાય છે. પ્રયત્નો કરવા છતાં આ વિવરણગ્રંથ પણ પ્રાપ્ત થઈ શક્યો નથી, પણુ પંચાંગી શબ્દકોષ પ્રકાશિત થતાં કુદરતે “લિંગનિર્ણય” ગ્રંથ અંગે સ્વયં કાંઈ વિવરણ આવી જાય છે. સૂરિજી દ્વારા રચિત વિવરણગ્રંથમાં દરેક શબ્દના લિંગ કે તે અંગેના મતમતાંતરોની નૈધ અવશ્યમેવ હશે. કલ્યાણસાગરસૂરિ રચિત અનેક નાનામોટા જિનસ્તોત્રે પ્રાપ્ત થાય છે. ગ્રંથ તરીકે તે લિંગનિર્ણય અને મિશ્રલિંગનિર્ણય નામક બે ગ્રંથે જ પ્રાપ્ત થાય છે. અન્ય કૃતિઓના નામ પ્રસિદ્ધ છે પણ હજી સુધી તે ગ્રંથની હસ્તપ્રત પ્રાપ્ત થઈ શકી નથી જે ખેદને વિષય છે. કલ્યાણસાગરસૂરિના વિદ્વાન શિષ્યમંડળમાં મહોપાધ્યાય પૂ. વિનયસાગરજી ગણીવર્ય મ. સા., મહોપાધ્યાય પૂ. દેવસાગરજી ગણીવર્ય એ બને ચળકતા સિતારા છે. પૂ. મહોપાધ્યાય પ્રિી વિનયસાગરજી ગણીવર્ય દ્વારા રચિત (1) પદ્યબદ્ધ ભેજ વ્યાકરણું, (2) વિશ્ચિતામણિ, (3) અનેકાર્થરનમેષ, (4) હિંગુલ પ્રકરણ અને (5) વિધિપક્ષગચ્છબૃહત્પટ્ટાવલિ સમેત ગ્રંથે પ્રાપ્ત થાય છે. મહોપાધ્યાય શ્રી દેવસાગરજી ગણવયે વ્યુત્પત્તિ રત્નાકર નામોને 18000 લેક પરિમાણને ગ્રંથ છે. આ ગ્રંથ અભિધાનચિતામણિ કેષની વ્યાખ્યારૂપે છે. આ ગ્રંથદ્ધાર કાર્ય પૂ. પાદ ગચ્છાધિપતિ ગુરુદેવશ્રીની અસીમ કૃપાથી જ થાય છે. આ સ્થળે તેઓશ્રીને કોટિ કોટિ વંદના. * આ શબ્દકોષના 500 નકલ જ છપાવાઈ છે ને તે પંચાંગી શબ્દકેષ લિંગનિર્ણયગ્રંથની 1000 પૈકીની 500 નકલ સાથે બાઈન્ડિગ કરાયેલ છે. 1 વિધિપક્ષગચ્છશણગાર મહોપાધ્યાય પૂ. શ્રી વિનયસાગરજી મ. સા., મહોપાધ્યાય પૂ. દેવસાગરજી મ. સા. ને આ ગ્રંથની હસ્તપ્રતે મારા સંગ્રહમાં છે. આ ગ્રંથને પણ ભાવિમાં ઉદ્ધાર કરવાની ભાવના છે.