________________ [ 2 ] જોધપુરની ઉક્ત સરકારી સંસ્થામાંથી શ્રી કલ્યાણસાગરસૂરિ કૃત “લિંગનિર્ણય” ગ્રંથની વિરલ હસ્તલિખિત પ્રત પણ પ્રાપ્ત થઈ. જેની ઝેરોક્ષ નકલ મળી શકી. આ ગ્રંથ પણ અપ્રગટ હોઈ તથા જોધપુરથી પ્રાપ્ત થયેલ પ્રત ક્યાંક ત્રુટક અને અશુદ્ધ હોઈ અન્ય પ્રતે મેળવવા પ્રયત્ન કર્યા. જેમાં જામનગરના અચલગચ્છ જૈનસંઘના (જ્ઞાનભંડારના) સંગ્રહમાંથી શ્રી કલ્યાણસાગરસૂરિ કૃત મિશ્રલિંગનિર્ણય ગ્રંથની હસ્તલિખિત પ્રત મળી. આ ગ્રંથ ઉક્ત ગ્રંથ કરતાં ન નીકળે. કારણ કે એક જ કવિની બન્ને ભિન્ન ભિન્ન રચનાઓ હતી. સૂરતથી પૂ. પં. શ્રી અભયસાગરજી ગણીવર્ય મ. સા. ના સૌજન્યથી પણ ઉક્ત “મિશ્રલિંગનિર્ણય' ગ્રંથની ઝેરોક્ષ પ્રત મળી. કલ્યાણસાગરસૂરિ કૃત “લિંગનિર્ણયગ્રંથની અન્ય પ્રતે મેળવવા બીજા પણ અનેક પ્રયત્ન કર્યા. છાણી, વડોદરા, અમદાવાદ, પાલીતાણ વિ.ના મોટા પ્રાચીન જ્ઞાન ભંડારમાંથી તથા વિદ્વાન પાસેથી પણ “લિંગનિર્ણય' ગ્રંથ અપ્રાપ્ત જ રહ્યો. આ ગ્રંથની એક જ જોધપુરવાળી પ્રત ઉપરથી મ, વિનયસાગરે (જયપુર) સંશોધન કાર્ય શરૂ કર્યું. આ કાર્ય પૂર્ણ થયું કે એમના દ્વારા જ સમાચાર મળ્યા કે આ ગ્રંથની એક પ્રત પૂનાના સંગ્રહમાં છે. ડૅ. ભાંડારકર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (પના)ને પત્ર લખે. પૂનાથી તરત જ “લિંગનિર્ણય' ગ્રંથની ઝેરોક્ષ નકલ આવી ગઈ એ પ્રતને સામે રાખી યોગ્ય સુધારા-વધારા કરાયા. મિશ્રલિગનિર્ણય ગ્રંથને આ ગ્રંથમાં સમાવેશ થઈ જાય છે એવા મ. વિનયસાગરજીના અભિપ્રાયથી ફક્ત “લિંગનિર્ણય ગ્રંથ જ પ્રકાશિત કરવાની વિચારણા થઈ. કોઈકનું એમ કહેવું છે કે “મિશ્રલિંગ” ગ્રંથ પણ. અપ્રગટ છે તે આ ગ્રંથ સાથે જ પ્રગટ થઈ જાય તે સારું....પણ સ્મૃતિગ્રંથનું સંપાદન તથા અન્ય પણ શુભપ્રવૃત્તિઓ વચ્ચે એ કાર્ય એમ જ રહ્યું. ઉક્ત મિશ્રલિંગનિર્ણય' પણ સંસ્કૃત પદ્યબદ્ધ ગ્રંથ છે. જયપુરથી સંપાદિત થઈને આવેલ “લિંગનિર્ણય” ગ્રંથની પં. શ્રી નવીનચંદ્ર દેશી પાસેથી શુદ્ધ પ્રેસ કોપી તૈયાર કરાવી. સાથે સાથે કેટલાક ગ્ય જરૂરી સુધારાવધારા પણ થયા તથા માહિતીસભર વિસ્તૃત શબ્દકોષ પણ તિયાર કરાયે. માહિતીસભર શબ્દકેષ: આ ગ્રંથમાં લિંગનિર્ણય ગ્રંથને ગુજરાતી અનુવાદ આપવાની ઈચ્છા હતી, અને તે અનુવાદકાર્ય અર્ધાથી વધારે તૈયાર પણ કરાયું હતું, પણ અકારાદિ અનુક્રમ પ્રમાણે ગુજરાતી અર્થ સાથે વિસ્તૃત લિંગનિર્દેશસહ પંચાંગી શબ્દકેષ તૈયાર થતાં અનુવાદનું કાર્ય અપૂર્ણ રહેવા પામ્યું. વિસ્તૃત શબ્દકોષમાં પણ (1) દરેક શબ્દ અકારાદિ અનુક્રમ પ્રમાણે, (2) દરેક શબ્દનું “અભિધાન-ચિંતામણિ કોષ' ગ્રંથમાં સ્થાન, (3) દરેક શબ્દનું પ્રસ્તુત “લિંગનિર્ણય' ગ્રંથમાં સ્થાન, (4) દરેક શબ્દને લિંગ અને (5) દરેક શબ્દને ગુજરાતી અર્થ, આ રીતે પાંચ વિગત આવરાઈ * આ ગ્રંથને પ્રથમ શ્લેક “તાયકં જિને નવા... આ ચરણથી શરૂ થાય છે.