________________ [19] શ્રી હેમચંદ્રસૂરિ રચિત અભિધાન ચિંતામણિ કોષની વ્યાખ્યા રૂપે 18000 શ્લેક પરિમાણની વૃત્તિ છે. કલ્યાણસાગરસૂરિનાં વખતમાં થયેલા અચલગચ્છીય શ્રમણેમાં શ્રી સુમતિ હર્ષ ગણિ, વા. ભુવનરાજ, વા. ધનરાજ વિગેરેએ જ્યોતિષ ગ્રંથે પર ટીકાઓ રચી છે. વાચક વિજયશેખરગણિ વા. વિવેકશેખરગણિના શિષ્ય હતા. તેઓએ કયવન્નારસ, ત્રણ મિત્ર ચોપાઈ, સુદર્શન રાસ, ચંદ્રલેખા રાસ, ચંદરાજા રાસ, ઋષિદત્તા રાસ, ગૌતમસ્વામીને નાને રાસ આદિ ગ્રંથ રચ્યાં છે. .વાચક ભાવશેખર ગણિએ, પન્નાઅણગાર રાસ, રુપસેન રાસ, વિ. કૃતિઓની રચના કરી. શ્રી કલ્યાણસાગરસૂરિના સમયના સાધ્વીજીઓના કેટલાક નામ પ્રાપ્ત થાય છે. સા. પદ્મલક્ષ્મી, સા. વિદ્યાલક્ષ્મી, સા. ગુણશ્રી, સા. લક્ષ્મીશ્રીજી, વિમળશ્રીજી, નયશ્રીજી, રૂપશ્રીજી, ક્ષીરશ્રીજી, યશશ્રીજી, સુવર્ણશ્રીજી આદિ. શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી નિર્મિત જિનાલય અને જિનપ્રતિમાજીઓના પ્રશસ્તિ લેખે, શિલાલેખ પ્રાપ્ત થાય છે. જે દ્વારા તેઓનાં વિહાર પ્રદેશે અંગે અનુમાન કરી શકાય છે. શ્રી કલ્યાણસાગરસૂરિની કૃતિઓ ઠીક પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. તેઓ આદર્શ જિનભક્ત હતા. તેઓએ પ્રસંગોપાત રચેલ લગભગ વીસ જેટલા તેત્રે જે સંસ્કૃતમાં નિબદ્ધ છે તે પ્રાપ્ત થાય છે. ઉપરાંત શ્રી પાર્શ્વનાથ અષ્ટોતરશત નામ, લિગનિર્ણય ગ્રંથ, મિશ્ર લિંગકોષ આ ગ્રંથના પણ કલ્યાણસાગરસૂરિ જ રચયિતા છે. આ કૃતિઓ સંસ્કૃતપદ્યમાં છે. લિંગનિર્ણય ગ્રંથ વિવરણ, શાંતિનાથ ચરિત્ર, સુરપ્રિય ચરિત્ર, વિસ વિહારમાન સ્તવન વિગેરે ગ્રંથે પણ તેઓએ રચ્યાને પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. કલ્યાણસાગરસૂરિ કૃત ગુર્જર પદ્યમાં સ્તુતિ જેવીસિ અને સ્તવનાદિ કૃતિઓ પણ પ્રાપ્ત થાય છે. મહાપ્રભાવક, યુગપ્રધાન, આ. શ્રી કલ્યાણસાગરસૂરિ ભારતના મુખ્ય નગર અને ગામમાં અપ્રતિહત વિચર્યા. તેઓનાં ધર્મોપદેશથી અનેકવિધ શાસન પ્રભાવક ઐતિહાસિક શુભકાર્યો થયા. - સં. ૧૭૧માં તેઓ કચ્છ પધાર્યા. તે સાલનું ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું. પચ્ચાસી વરસની જૈફ ઉમરે પહોંચેલા શ્રી કલ્યાણસાગરસૂરિ જીવનના છેલ્લા શ્વાસ સુધી પિતાની આરાધના અને આવશ્યક ક્રિયામાં કુશળ હતા. આ વયમાં પણ તેઓ શિષ્યને વાચના આપતા. કચ્છ ભુજમાં જ ચાતુર્માસ દરમ્યાન આ સુદ 13 ગુરુવારનાં તેઓશ્રી કાળધર્મ પામ્યા. વાચક લાવણ્યચંદ્રકૃત કલ્યાણસાગરસૂરિ નિવણ રાસ’ પ્રાપ્ત થાય છે. સંભવતઃ લાવણ્યચંદ્ર ગણિ ચરિત્રનાયકના કાળધર્મ વખતે કચ્છ-ભુજમાં જ ઉપસ્થિત હતા.