________________ [20] શ્રી કલ્યાણસાગરસૂરિની વિદાયથી સંઘે એક પ્રભાવક આચાર્યને ગુમાવ્યા. તેઓશ્રીની શાનદાર અંત્યેષ્ટિ કાઢવામાં આવી. તેઓશ્રી કાળધર્મ પામ્ય શતાબ્દિઓ વહી જવા છતાં તેઓશ્રીનું મંગલ-પવિત્ર નામ આજે પણ અનેરે આહલાદ જન્માવે છે. તેઓશ્રી પછી આ ગચ્છના શ્રમણ સમુદાયમાં અને ગચ્છનાયકમાં (સાગર) શબ્દ કાયમ રહ્યો છે. આ એક હકીક્ત છે. શ્રી કલ્યાણસાગરસૂરિનાં કાળધર્મ વખતે શેઠ વર્ધમાન શાહના પુત્ર જગડુશાહે પાંચ હજાર મુદ્રિકાઓ ઉછાળી દાન કર્યું. ભુજના તથા બીજા અનેક શહેર તથા ગામના સંઘએ અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. અગ્નિસંસ્કાર સ્થળે શ્રી અમરસાગરસૂરિનાં ઉપદેશથી ભવ્ય સૂપ (ભ) અને ચરિત્રનાયક શ્રીની ચરણપાદુકાઓની સ્થાપના કરવામાં આવી. આ સ્તૂપના સ્થળે દાદા શ્રી ગૌતમસાગરજી મ. સા. ની પ્રેરણાથી ભવ્ય ગુરુમંદિર અને દ્વાદાશ્રીની ભવ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. તેઓશ્રીના શિષ્ય મહોપાધ્યાય રત્નસાગરજી પણ ખૂબ જ સમર્થ અને ક્રિયાપાત્ર મહાપુરુષ હતા. કુશળ મંત્રીની જેમ ગચ્છ અને સમુદાયની વ્યવસ્થામાં તેઓ સક્રિય રહેતા. વિદ્યમાન શ્રમણ સમુદાય પણ તેઓની પરંપરાને જ છે. તે આ પ્રમાણે (1) મહોપાધ્યાય રત્નસાગરજી (2) ઉપાધ્યાય મેઘસાગરજી (3) ઉપાધ્યાય વૃદ્ધિસાગરજી (4) ઉપા. હીરસાગરજી (5) ઉપા. સહજસાગરજી (6) માનસાગરજી ગણિ (૭)રંગસાગરજી ગણિ (8) ફતેહસાગરજી (9) દેવસાગરજી (10) સ્વરૂપસાગરજી (11) ગૌતમસાગરસૂરિ (જેમણે ક્રિોદ્ધાર કરી ગચ્છના ઉદયમાં પોતાને અદ્વિતીય ફાળો ધા ). પ. પૂ. દાદાશ્રી કલ્યાણસાગર સૂરિનાં ગુરમદિર:- . શ્રી સિદ્ધગિરિ પર શ્રી આદીશ્વરદાદાજીની ટુંકમાં અષ્ટાપદજીના દેરાસર પાસે ટાંકા૫ર દેરી નં. 151 માં પાદુકા જેડી છ છે (2) તથા આગલા મંડપની ઉત્તર બાજુ શ્રી ગૌતમસ્વામીજીની દેરી છે. તેમાં ગોખલામાં (આરીયામાં) પાદુકાઓ છે. (3) સિદ્ધગિરિની તલાટી પર બાબુના દેરાસરની પછવાડે ભમતીની દેરીઓમાં કચ્છ વરાડીયાના શા ગેલા માણેક તથા દેવજી માણેકે નીચેના ચોકમાં સારસની દેરી કરાવી તેમાં આ આચાર્યશ્રીની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી છે. (4-5) નવાનગર (જામનગર)માં શેઠ વર્ધમાનના અને શેઠ રાયસીના એ બંને દેરાસરોમાં પાદુકાઓની સ્થાપના છે. (6-7) તથા મીઠડીયા વેરા અજરામલના દેરાસરમાં દક્ષિણ તરફની આરસની દેરીમાં તથા અચલગચ્છ ઉપાશ્રયમાં આરસની દેરીમાં એમ બે ઠેકાણે ભવ્ય પ્રતિમાઓની સ્થાપના છે. (ઉપાશ્રયની દેરીમાં આચાર્યશ્રીની પ્રતિમા ઉપર આરસની અભેરાઈ પર શ્રી મહાવીરદેવની ભવ્ય નાની પ્રતિમા છે.) (8) અણહીલપુર પાટણમાં સાલવીપાડાની ત્રીશેરીમાં