________________ [23] દાદાશ્રીની ચતુર્થ જન્મશતાબ્દિની સ્મૃતિ પ્રસંગે શ્રી ક. વિ. એ. દેરાવાસી જૈન મહાજન (મુંબઈ) તરફથી દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ પૂજા સંગ્રહ, દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જીવન સૌરભ પુસ્તકે પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ) શ્વેતાંબર જૈનસંઘનું મુખપત્ર વીતરામ સંદેશ અને શ્રી ક. દ. ઓ. પ્રકાશ સમીક્ષા આ બને માસિકે દાદાશ્રી કલ્યાણસાગરસૂરિની ચતુર્થ જન્મશતાબ્દિની સ્મૃતિ નિમિત્તે વિશેષાંક રૂપે પ્રકાશિત થયા હતા. દાદાશ્રીની ચતુર્થ જન્મશતાબ્દિની સ્મૃતિ નિમિત્તે શ્રી ઘાટકોપર કચ્છી અચલગચ્છ જૈન સંઘ તરફથી મુનિ શ્રી કલાપ્રભસાગરજીની પ્રેરણાથી સં. 2033 માં તેઓશ્રીની નિશ્રામાં દાદા કલ્યાણસાગરસૂરિ જૈન ધાર્મિક જ્ઞાનસત્ર (પહેલું) ની મંગલ શરૂઆત થઈ ત્યારબાદ બીજા છ જ્ઞાનસત્રો અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરિશ્વરજી મ. સા. મુંબઈ પધારતાં તેઓશ્રીની નિશ્રામાં પાલાગલી હાઈસ્કૂલ ઘાટકોપર, પાલાગલી હાઈસ્કૂલ તથા ચીંચબંદર ક. વિ. ઓ. દેરાવાસી જૈન મહાજન (નવી મહાજન વાડી), ઘાટકોપર અને મુલુંડમાં રાખવામાં આવ્યા હતા. હાલ દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જૈન જ્ઞાનસત્રનું સંચાલન શ્રી આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ કરી રહી છે. ઉપરોક્ત વિગતથી જાણી શકાશે કે શતાબ્દિઓ વહી જવા છતાં દાદાશ્રી કલ્યાણસાગરસૂરિનું નામ આ ગ૭માં કેવું અલાદક અને એક્યતાપ્રેરક છે!!! દાદાશ્રી કલ્યાણસાગરસૂરિની વિદાય પછી ગચ્છની સ્થિતિ ધીમે ધીમે પલટાઈ રહી હતી. પણ વર્તમાનમાં શાસન અને ગચ્છની દિનપ્રતિદિન ઉન્નતિ થઈ રહેલ છે.