________________ [13] સાથે ચાલ્યા, આથી મહાવતે ગુસ્સે થયા ને જૈન સાધુઓ માટે ફાવે તેમ બોલવા લાગ્યા. સંઘપતિઓના આજ્ઞા પાલનરૂપ આ વિનયને સૌ નમી પડયા. પ્રભાવક આચાર્યશ્રી: - આગળ વધતાં એક હાથણીને જેઈ સંઘપતિઓ જેના પર બેસતા તે હાથી મદોન્મત્ત બન્યું. વૃક્ષની વડવાઈઓમાં સાંકળે ભરાઈ જતાં લાંબા ટાઈમે મુશ્કેલીથી હાથી વશ થયે. આ રીતે આચાર્યશ્રીની સમયસૂચકતાથી સંઘપતિઓ પરનું મરણાંત વિશ્વ ટળી ગયું. આચાર્યશ્રીના પ્રભાવક નેતૃત્વથી આનંદ વિભેર બની સૌ જિનશાસનનાં વિશેષ અનુરાગી બન્યા. તીર્થ પર જિનાલય નિર્માણઃ સ્થળે સ્થળે જૈન શાસનની વિજયપતાકા લહેરાવતા ભક્તિ આરાધનાદિથી સ્વજીવનને ધન્ય બનાવતાં સૌ નિર્વિઘતાએ એક માસને અંતે શ્રી શત્રુંજય તીર્થે પહોંચ્યા. ચતુર્વિધ સંઘ સહ તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્યના નાયક દેવાધિદેવ શ્રી આદિનાથ પ્રભુજીની યાત્રા કરી. તે જ દિવસમાં આચાર્યશ્રીની પ્રેરણા પામી સંપતિઓએ તીર્થ પર સં. 1950 માગસર વદ ૯ના નૂતન જિનમંદિર બંધાવવા ખાત મુહૂર્ત કર્યું. રાજશી શાહ નાગડાએ પણ જિનાલય માટે ખાત મુહૂર્ત કર્યું. જામનગરમાં વસવાટ આ છ'રી સંઘમાં 32 લાખ કેરીઓને ખર્ચ થયેલ હતું. યાત્રા કરી પાછા . ફરતાં વર્તમાન પદ્ધસિંહ શાહ બાંધો રાજાના આગ્રહથી જામનગરમાં આવી વસ્યા. તેઓની સાથે પાંચ હજાર ઓશવાળે પણ ત્યાં આવી વસ્યા ત્યારે આ બાંધે ત્યાં મંત્રીપદે નિયુક્ત કરાયા. કચ્છમાં શાસન પ્રભાવના - આચાર્યશ્રી પુનઃ કચ્છ પધાર્યા ત્યારે કચ્છમાં ધાર્મિક ક્ષેત્રે નવચેતના આણી. સં. ૧૯૫૧માં આચાર્યશ્રી કચ્છ જખૌમાં ચાતુર્માસ રહેલા ત્યારે મહાપાધ્યાય શ્રી રત્નસાગરજીના સંસારી કાકા રણસિંહ શાહ નાગડાએ શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. સૌરાષ્ટ્રમાં વિહાર:– સંવત ૧૬૫રમાં આચાર્યશ્રી જામનગર પધાર્યા ત્યારે રાયસિંહ શાહ નાગડાએ શત્રુંજય તીર્થને છરી સંઘકાલ્યો. તેમાં બે લાખ કેરી ખરચીને પછી આગ્રહપૂર્વક જામનગરમાં આચાર્યશ્રીને ચાતુર્માસ કરાવ્યું. બાદ ગિરનાર તીર્થ તથા સૌરાષ્ટ્રમાં વિચારી સં. ૧૯૫૩નું ચોમાસું પ્રભાસ પાટણ કર્યું.