________________ પ્રકાશકીય નિવેદન (સંસ્થાકીય નિવેદન) (1) સંસ્થાના ઉદ્દેશ તથા શુભ પ્રવૃત્તિઓ વિશ્વ કલ્યાણકર, સકલ જીવહિતકારી અને મોક્ષદાયક એવા જિનશાસનનાં અવિભાજ્ય અંગરૂપ જૈન સાહિત્ય અને સંસ્કૃતિના રક્ષણ તથા પ્રચારના ઉદ્દેશથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. (1) જૈન સંસ્કૃતિના રક્ષણરૂપે પ્રથમ તે પ્રાચીન જૈન સાહિત્ય કે જે અનેક જ્ઞાનભંડારોમાં હસ્તલિખિત પ્રતરૂપે જીર્ણ અવસ્થામાં વિદ્યમાન છે. તેને તથા વિરલ હસ્તલિખિત પ્રતેને પણ બચાવી લેવી જરૂરી છે. અથવા વ્યવસ્થિત રીતે સંશોધિત કરી પ્રકાશિત કરવી આવશ્યક છે. વિરલ હસ્તલિખિત પ્રતે (ગ્રંથે) ની બીજી નકલે ઉતરાવી લેવી, ફેટો કે કેરેક્ષકોપીઓ કરાવી લેવી પણ આવશ્યક છે. આ અન્વયે પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. ના સતત માર્ગદર્શન અને પ્રેરણાથી કેટલાક પ્રાચીન જૈન સાહિત્યની ઉક્ત કેપીઓ પ્રાપ્ત કરાઈ છે. જેમાંથી જરૂરી ગ્રંથ પ્રકાશિત પણ કરાયા છે કે હવે પ્રકાશનાધીન છે. કેટલુંક જૈન સાહિત્ય કે જે હાલ અપ્રાપ્ત છે, તેવા સાહિત્યનું અમે પુનર્મુદ્રણપ્રકાશન પણ કરીએ છીએ. ઉપરોક્ત સાહિત્ય “આર્યરક્ષિત પ્રાચીન ચંદ્ધાર” ના નામે પ્રકાશિત કરીએ છીએ. આ રીતે પ્રાચીન સાહિત્યના ઉદ્ધારમાં આ સંસ્થા તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ઉપયોગી એવા પ્રાચીન ગ્રંથેના ઉદ્ધાર અને પ્રકાશન અંગે કોઈ અમારું ધ્યાન ખેંચશે તે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવશે. (2) જૈન સંસ્કૃતિના પ્રચાર રૂપે જૈન કથાઓ, તત્વજ્ઞાન, વ્રત-નિયમ, તપવિધિ આદિ અંગેનું અર્વાચીન સાહિત્ય પણ પ્રકાશિત કરવામાં આવે છે. આ અન્વયે સેંકડોની સંખ્યામાં સાહિત્યને પ્રચાર કરેલ છે. જૈન જ્ઞાન સત્રના વિદ્યાર્થીઓને, તપસ્વીઓને અનેક સંઘના જ્ઞાનભંડારને, પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતેને આ સાહિત્ય સાદર ભેટ અપાયેલ છે. આ પુસ્તકમાં અન્યત્ર અમારા દ્વારા પ્રકાશિત ગ્રંથની સૂચિ અપાયેલ છે. | (3) આર્ય-ગુણ-સાધર્મિક ફંડ : જૈન સંસ્કૃતિ-જૈન આચારની ઉન્નત્તિ અને રક્ષાના પુણ્ય સંકલ્પને વરેલા પૂ. સાધુ-સાધ્વીજી ભગવતેની યથાશકય ભક્તિ કરવી તથા પૂજ્યની પ્રેરણા અનુસાર અનુકંપાપાત્ર સાધર્મિક શ્રાવક-શ્રાવિકાઓને યથાશકય મદદ