________________ [ 6 ] કરવી. ઉપરોક્ત ભક્તિ અને મદદ કુંડના વ્યાજની રકમની મર્યાદામાંથી કરાય છે. તથા શ્રી નવકાર ગુણકીર્તિ પ્રચાર કેન્દ્રના અન્વયે નવકાર મહામંત્રના જાપને પ્રચાર તથા તેના આરાધકેનું યથાશક્ય બહુમાન પણ કરાય છે. (4) શ્રી ગૌતમ-નીતિ-ગુણસાગરસૂરિ જૈન મેઘ સંસ્કૃતિ ભવન : આ હોલ ઘાટકોપર (પૂર્વ)માં આવેલ છે. તેમાં જૈન જ્ઞાનભંડાર તથા પ્રાચીન અર્વાચીન ગ્રંથને સંગ્રહ, તથા વિવિધ જૈન સંસ્કૃતિના પ્રચારની શુભ પ્રવૃત્તિઓ થાય છે. (5) શ્રી ગુણશિશુજિનાગમાદિચિત્કષ (જ્ઞાનભંડાર) H આ જૈન આગમ, અધ્યાત્મ, ઇતિહાસ આદિને લગતે વિશાળ જ્ઞાનભંડાર છે તે ઉપરોક્ત સંસ્કૃતિ ભવનમાં રાખવામાં આવેલ છે. શ્રી ચતુર્વિધ સંઘ આ ગ્રંથના વાંચનને લાભ નિયમ મુજબ લઈ શકે છે. (2) આ સંસ્થાને સંક્ષિપ્ત ઈતિહાસ ત્રિલેક ગુરુ પરમાત્મા શ્રી મહાવીરદેવની ૨૫૦૦મી નિવણ સંવત્સરી પ્રસંગે કચ્છ રાયણ (તા. માંડવી) મુકામે ઉજવાયેલ મહામહોત્સવ દરમ્યાન સં. 2031 વૈશાખ સુદ ૬ના દિવસે યુગપ્રભાવક અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરિશ્વરજી મ. સા. ના અમીભર્યા શુભ આશીર્વાદથી અને આગમપ્રજ્ઞ પૂ. મુનિરાજ શ્રી કીર્તિસાગરજી મ. સા. ની નિશ્રામાં તથા સાહિત્યરત્ન પ. પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. ની સતત શુભ પ્રેરણાથી “શ્રી આર્ય-જય-કલ્યાણ કેન્દ્ર” ની સ્થાપના કરવામાં આવી હતી. સાચા ઘીના દીપકની ત પ્રગટાવી આ કેન્દ્ર જિનશાસનના સમ્યજ્ઞાનની તને અખંડ રાખવામાં કાંઈક નિમિત્ત બને એવી શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તે પ્રસંગે કેન્દ્ર તરફથી પ્રથમ પ્રકાશને (1) પરમાત્મા શ્રી મહાવીરદેવ જીવન-સૌરભ (2) પરમાત્મા શ્રી મહાવીરદેવ સ્મૃતિગ્રંથ આ બે ગ્રંથેની મંગલ પ્રકાશનવિધિ પણ કરવામાં આવી હતી. આ કેન્દ્રની શુભ પ્રવૃત્તિઓમાં પૂ. મુનિ શ્રી કલાપ્રભસાગરજી મ. સા.ની શુભ પ્રેરણાથી સંઘરત્ન શ્રેષ્ઠિ શ્રી વિશનજી લખમશી સાવલા (કચ્છ દુગપુર) તથા શ્રી રતનશી ટોકરશી સાવલા (કરછ દુર્ગાપુર) સારે રસ ધરાવતા હતા. પૂ. મુનિ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. નું સં. 2033 નું ચાતુમાંસ મુંબઈ મધ્યે ઘાટકોપર (પૂર્વ) જીરાવલ્લિ પાર્શ્વનાથ જૈન દેરાસરના ઉપાશ્રયમાં થયું. દરમ્યાનમાં માતુશ્રી મેઘબાઈ ઘેલાભાઈ પુનશી (કચ્છ દુર્ગાપુર) છે. વ. 102 ભાદરવા સુદ 6 ના પરોઢે સાંવત્સરિક ક્ષમાપનાના દિવસે સમાધિ-મૃત્યુ પામતાં તેઓનાં સુપુત્ર સંઘવી શ્રેણિ