________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ક્ષયપશમથી પ્રાપ્ત થતા ઉપશમભાવનો લય
પામી શકીએ... ૦ સંજ્વલન કષાયોના ક્ષયોપશમથી પ્રાપ્ત થતા ઉપશાંતભાવનો લય પામી શકીએ.
આ લયમાં થોડી ક્ષણો આત્માનુભવની પામી શકાય. થોડી ક્ષણો ચિદાનંદની માણી શકાય. આ લયનો આસ્વાદ કર્યા પછી પ્રકૃષ્ટ લયનું આકર્ષણ જામે. લયને તોડનારાં તરફ અરૂચિ જાગે, વૈરાગ્ય પ્રગટે, ભલે પછી તે લયભંજક તત્ત્વો બાહ્યદૃષ્ટિએ સુખકારી કે શાતાકારી લાગતાં હોય.
આ અભિગમ સામે રાખીને, મનુષ્ય વર્તમાન જીવનમાં 'લય'નો આત્માનંદ કેવી રીતે અનુભવી શકે, એ વાત વિસ્તારથી લખી છે. સાવ સામાન્ય સાધક મનુષ્ય પણ પોતાના જીવનને સાર્થક કરવા ઇચ્છતો હોય તો આ પુસ્તક તેને ઉપયોગી બની શકશે, એવું મારું માનવું છે.
આ પુસ્તક પણ “શ્યામલ'માં જ લખાઈ ગયું. અશોકભાઈ કાપડિયા તથા દેવીબહેન કાપડિયાના રો-હાઉસમાં લખાઈ ગયું! સતત બે-અઢી વર્ષથી મને બીમારીએ અહીં બાંધી રાખ્યો છે. કાપડિયા-દંપતિ એમાં રાજી છે! તેઓ શ્રદ્ધાથી અને પ્રેમથી મારી સેવા-પરિચર્યા કરી રહ્યા છે. મારી સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લે છે. આમે ય અશોકભાઈ, શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ (મહેસાણા)ના ટ્રસ્ટી પણ છે. તેમના યુવાન પુત્રો સૌરિન અને મેહુલ પણ અમારી ખબર-અંતર રાખે છે.
મારા અંતેવાસી મુનિવરો પરત્ન અને ભદ્રબાહુ તો મારી આ લાંબી ચાલેલી માંદગીમાં મારી માવજત કરવામાં જરાય ઊણા ઉતર્યા નથી.
આ પુસ્તકનું સાદંત કાળજીપૂર્વક વાંચન કરી, આવશ્યક સુધારા-વધારા સૂચવીને વિદુષી મહાસતી પદ્માબાઈએ દૂર રહીને પણ મને ખૂબ સારો સહયોગ આપ્યો છે. તેઓ ધ્યાન, યોગ અને અધ્યાત્મના વિષયોમાં સારો બોધ ધરાવે છે. તેઓ મોક્ષમાર્ગ પર પ્રગતિ કરતાં રહે, એવી શુભકામના તેમને અર્પણ કરું છું.
અંતે, સહુ તત્ત્વજિજ્ઞાસુઓ, આત્મસાધકો, મુમુક્ષુઓ આ પુસ્તકનું વાંચનમનન કરી, પ્રેરણા પ્રાપ્ત કરી, પૂર્ણતા તરફ પ્રગતિ કરતા રહો, એવી મંગલકામના સાથે વિરમું છું. અમદાવાદ, ૧૦-૭-૯૮
- ભદ્રગુપ્તસૂરિ
For Private And Personal Use Only