Book Title: Lay Vilay Pralay Author(s): Bhadraguptasuri Publisher: Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારી પાસે નથી બુદ્ધિનો વૈભવ, મારી પાસે નથી જ્ઞાનનો વૈભવ. તે છતાં મારી આ ઉણપોનો વિચાર ર્યા વિના, જેમ એક દ્રમક ભિખારી ધાન્યની દુકાન આગ પડેલા ધાન્ય કણોનો સંચય કરે છે, તેમ મેં પણ 'લય' અંગે જે જે ગ્રંથોમાં, શાસ્ત્રોમાં, પુસ્તકોમાં વાંચ્યું, તેના પર વિચાર્યું, ગ્રહણ કર્યું અને આ પુસ્તક લખાઈ ગયું અને એ જિનવચનરૂપ ધાન્યકણો ખૂબ ગમ્યાં. મને આ ‘લય'ની વાતો ખૂબ પ્રિય લાગી, એટલે જ્યાં-જ્યાંથી મને લય-તત્ત્વના મધુર ધાન્ય કણો મળ્યા, મેં વીણ્યા અને શબ્દબદ્ધ કર્યા. બુદ્ધિ અને જ્ઞાનનો વૈભવ નથી, પરંતુ જે થોડી બુદ્ધિ અને જ્ઞાન છે તે જ્ઞાની પુરુષો પ્રત્યેની પ્રીતિનો પ્રસાદ છે! હું માનું છું કે આ પુસ્તકમાં વિદ્વાનોને યોગ્ય કોઈ ગંભીર વાતો નથી. પ્રકૃષ્ટ પ્રગટીકરણ નથી અને એટલું બધું સુંદર વિષય પ્રતિપાદન પણ નથી. તે છતાં સજ્જન પુરુષો કરુણાથી મારા આ તુચ્છ પ્રયત્નને આવકારશે. 'सद्भिस्तथापि मच्यनुकंपेकरसैरनुग्राह्या।' (प्रशमरति) વળી, સજ્જનો હંમેશાં બીજાઓના ગુણ જ ગ્રહણ કરે છે. તેમનો એવો સ્વભાવ જ હોય છે. તેઓ દોષ જોતા નથી અને જોવાઈ જાય તો મૌન ધારણ કરે. 'दोषमलिनेऽपि सन्तो यद् गुणसारग्रहणदक्षाः ।' (प्रशमरति) બીજાના દોષયુક્ત કથનમાં પણ સજ્જનો ગુણ ગ્રહણ કરવામાં નિપુણ હોય છે.” ૦ ૦ ૦ ક્યારેક મન ઊંડા વિચારમાં લીન થઈ જાય છે. “શ્રમણ બન્યા પછી ખરેખર શું મુક્તિ તરફ મારી ગતિ થઇ રહી છે? બહિરાત્મદશામાંથી અંતરાત્મદશામાં સાચે જ પ્રવેશ થયો છે? ઇન્દ્રિયો અને કષાયો સામે રણાંગણમાં ઝઝુમું છું ખરો? નિજાનંદની ક્ષણો અનુભવાય છે ખરી?' ત્યારે મને ખૂબ જ અસ્વસ્થ, બેચેન અને વિહ્વળ બની જાય છે. એક વલોપાત પેદા થઈ જાય છે. આવા જ કોઈ વલોપાતમાંથી આ કૃતિ સર્જાઈ ગઈ છે. પરમાત્મધ્યાનમાં જ્યારે પરમાત્માનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે ત્યારે આધ્યાત્મિક કલ્પનાને ભારે વેગ મળે છે. ગુલાબી સંધ્યાના રંગ જેવી રંગબેરંગી કલ્પનાઓ મારી માનસ સપાટી પર ઉદાસીનતાનો લય જન્માવી જાય છે. વૈરાગ્યનાં For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 283