Book Title: Lay Vilay Pralay
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંસુઓનાં તોરણોની જગાએ ઘડીભર માટે ચિદાનંદના આસોપાલવનાં તોરણો લટકાવી દઉં છું અને સમત્વના મંદમંદ પવનમાં આસોપાલવના એ તોરણે ઝુલતાં પાંદડાંની લહરીમાં પેલા મીઠા આત્માનુભવની કેડીએ-કેડીએ ઉષઃકાળના પ્રકાશમાં પગલાં પાડી લઉં છું! સામાન્ય માણસો માટે, તત્ત્વજિજ્ઞાસુઓ માટે ‘લય’ થોડો અપરિચિત વિષય છે. તત્ત્વજ્ઞાનનો ઊંડો વિષય છે. આ વિષય ઉપર આપણે ત્યાં ઓછું લખાયું છે, ઓછું વિચારાયું છે. તે છતાં ‘લય’ને ‘મગ્નતા'ના નામે, ‘અનુભવજ્ઞાન'ના નામે, ‘સ્થિરતા’ના નામે, ‘સમતાયોગ'ના નામે... અને બીજા પર્યાયવાચી શબ્દો દ્વારા જુદા જુદા ગ્રંથોમાં લખાયેલું છે. પ્રાચીન મહાન આચાર્યોએ લખેલું છે, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં. એવા કેટલાક ગ્રંથોના અમુક અંશો (લય અંગેના) મેં આ પુસ્તકમાં ઉષ્કૃત કરેલા છે. તે ગ્રંથો આ પ્રમાણે છે : આચારાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, પ્રવચનસાર, જ્ઞાનસાર, યોગસાર, અધ્યાત્મસાર, શામ્યશતક, શાન્તસુધારસ, પ્રશમરતિ, તત્ત્વજ્ઞાનતરંગિણી વગેરે. આ ઉપરાંત, ગુજરાતના પ્રસિદ્ધ લેખક ગુણવંત શાહનાં બે પુસ્તકો : ‘અસ્તિત્વનો ઉત્સવ’ અને ‘પતંગિયાની અવકાશયાત્રા' મને ખૂબ ઉપયોગી બન્યાં છે. ‘લય’ અંગે આ પુસ્તકોમાં લેખકે ખરેખર ઊંડાણ અને ઊંચાઈ બતાવી છે. 'લય'ની વ્યાપકતા-ઉપાદેયતા સમજાવી છે. મેં આ બે પુસ્તકોમાંથી કેટલાક અંશો આ પુસ્તકમાં લીધા છે. ગુણવંતભાઈને કૃતજ્ઞભાવે અહીં યાદ કરું છું. . બીજી એક વાતની સ્પષ્ટતા કરી દઉં. ‘શામ્યશતક’માં જે ‘લય’ની વાત છે, તે કેવળજ્ઞાન પૂર્વેની સમતાયોગમાં સ્થિરતારૂપ આત્માનુભવની વાત છે. સૂર્યોદય પૂર્વેના અરૂણોદય જેવી વાત છે. એટલે, આત્માની એ ઉચ્ચતમ સ્થિતિ પામવાનું વર્તમાન જીવનમાં આપણા માટે, શક્ય નથી, સંભવિત નથી. કારણ કે એ સ્થિતિએ પહોંચવા માટે આવશ્યક મનોબળ કે શરીરબળ (સંઘયણબળ) આપણી પાસે નથી. એટલે કે પ્રકૃષ્ટ-લય (પ્ર-લય) આપણા માટે અત્યારે માત્ર ધ્યેયરૂપ જ રહી શકે. આદર્શરૂપે જ રહી શકે. પરંતુ અત્યારે આપણે અનંતાનુબંધી કષાયોના ક્ષોપશમથી પ્રાપ્ત થતા શમભાવનો લય પામી શકીએ. અપ્રત્યાખ્યાની કષાયોના ક્ષયોપશમથી પ્રાપ્ત થતા પ્રશમભાવને લય પામી શકીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 283