Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૧૪
પ્રશ્ન-ઉત્તરધ્રુવ વિગેરે કેટલાક સ્થાને એવા છે કે જ્યાં લગભગ એક સાથે છ મહિના સુધી દિવસ તેમ જ છ માસ રાત્રિ હોવાનું કહેવાય છે તો તે શી રીતે બની શકે ? ઉત્તર–પ્રથમના પ્રશ્નોત્તરમાં જણાવેલ છે જે ભરતક્ષેત્રના પૂર્વ છેડાથી
પશ્ચિમ છેડા સુધીમાં જુદા જુદા વિભાગને આશ્રયી આઠ પ્રહર છ મહિના સુધી સુધી સૂર્ય પ્રકાશ હોવાનો સંભવ છે તે પછી તે જ ભરસૂર્યના પ્રકાશ રહે તેમાં લગભગ મધ્યભાગમાં વૈતાદ્ય પર્વતના કોઈ પણ ઉંચાણ તેનું સમાધાન. પ્રદેશમાં એવું સ્થાન કપવું જોઈએ કે સૂર્ય જ્યારે ઉત્તરા
યણમાં હોય ત્યારે આઠે પ્રહર સુધી સૂર્યનો પ્રકાશ તે સ્થાને આવી શકે અને દક્ષિણાયનમાં સૂર્ય ગયા બાદ આઠે પ્રહર સુધી સૂર્યના પ્રકાશને અભાવ હોવાથી રાત્રિ થતી હોય તો તેમાં કાંઈ પણ વિરોધાભાસ આવે તેમ જણાતું નથી.
આ ઉપર જણાવેલી બધી માન્યતાઓ ઉપર જે લખાણ કર્યું છે તે ઘણું જ સંક્ષિપ્ત છે. હું પોતે પણ એમ માનું છું કે આ વસ્તુઓ ઉપર અનેક વખત ઘણું જ વિચારો-પરસ્પર ચચાઓ તેમ જ તે તે વસ્તુની સિદ્ધિ માટે આકૃતિઓ જણાવવા સાથે લેખો લખાવા જોઈએ. વેધશાળાનો અનુભવ હોવા જોઈએ. પરંતુ તેવા પ્રકારના સાહિત્યપ્રાપ્તિ સંબંધી સાધના અભાવે તેમ જ સમયના અભાવે વિશેષ લખાણ થઈ શક્યું નથી. પ્રસંગે આ પ્રકરણ ઉપર ખાસ ગ્રન્થ તૈયાર કરવાકરાવવાનો પ્રયત્ન થાય તે યોગ્ય છે તે પણ જૈન તેમ જ વૈદિક માન્યતાઓને અંગે એટલું તો અવશ્ય કહેવું પડશે કે–પાશ્ચાત્ય વિદ્વાનોએ માનેલી માન્યતાઓ સાચી જ છે આવું માની લેવામાં ખાસ વિચારવા જેવું છે. સિદ્ધાંત ભૂલેકને સ્થાળી સરખે ગોળ માનવા સાથે પ્રથમ એક કપ પછી
દ્વિગુણ સમુદ્ર એક દ્વિગુણ દીપ એક દ્વિગુણ સમુદ્ર એમ યાવતું બલાક સંબંધી પૂર્વ પૂર્વીપસમુદ્રોથી દ્વિગુણપ્રમાણયુક્ત અસંખ્યદ્વીપ સમુદ્ર શાસ્ત્રીય મંતવ્ય સ્વરૂપ માને છે, તે પ્રમાણે વૈદિક સિદ્ધાંત પણ ભૂલકને થાલી
સરખો ગોળ માનવા સાથે દ્વિગુણ દિગુણ કેટલાક દ્વિીપ સમુદ્રની મર્યાદાયુક્ત માને છે. જે નીચે જણાવેલા વૈદિક સાક્ષરના કલ્યાણ માસિકમાં આવેલ લેખ પરથી જાણી શકાશે–
यह सम्पूर्ण जम्बूद्वीप एक लक्ष योजन के परिमाणवाला है। इस जम्बूद्वीप को चारों दिशाओंसे मेखलाके समान घेरे हुए. क्षीरसमुद्र है, यह क्षीरसमुद्र भी एक लक्ष योजन परिमाणवाला है । इसके आगे प्लक्षद्वीप दो लाख योजन परिमाणवाला है । इस प्लक्षद्वीपको चारों ओरसे घेरे हुए इश्चरसोदक नामका समुद्र है। यह समुद्र भी दो लक्ष योजन परिमाणवाला है। इससे आगे शाल्मलीद्वीप है।