Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
विना धर्म यथा जीवो, विना वारि यथा जगत् । तथा विना तीर्थमिद, निष्फलं सकलं जगत् ॥ ३ ॥ निरुद्धेऽष्टापदे शैले, सत्यसौ जनतारकः । तस्मिन् रुद्ध न पश्यामि, संसारमपरं तारकं भुवि ॥ ४ ॥ न यदा तीर्थकद्देवो, न धर्मो न सदागमः । तदासौ सर्वलोकानां, शैलः कामितदायकः ॥ ५ ॥' इति शक्रवचसा चक्री यक्षान्निवारयति स्म । समुद्रस्तु यावती भूमिमागतस्ता यावत्तथैव स्थितः ॥ इत्यादि ।
[ श्रीहंसरत्न त्रिविरचितशत्रुञ्जयमाहात्म्ये सर्गः ॥ ८॥ ]
તે વાર પછી હષ્ટ ચિત્તવાળા તે સગરચક્રવર્તીએ ગુરૂમહારાજના વચનથી ભરત મહારાજની માફક મુખ્ય શિખર ઉપર ઈન્દ્ર મહોત્સવ, ધ્વજારેપણું, છત્ર, ચામર, રથ, અશ્વનું મુકવું વિગેરે સર્વ ધર્મ કાર્યને સમાપ્ત કર્યું. ત્યારબાદ “ સુવર્ણમણિરત્નને આ પ્રાસાદો મારા પૂર્વજોએ તૈયાર કરાવ્યા છે તે પ્રાસાદેને કાલના મહિમાવડે વિવેક વગરના લેભાન્યપુરૂષે સુવર્ણ રત્ન વિગેરેના લોભથી નાશ ન કરે તેથી એ પ્રાસાદનું મારે રક્ષણ કરવું યંગ્ય છે, એમ વિચારી સગરચક્રવત્તી રક્ષા કરવાને ઉપાય ચિંતવવા લાગ્યા. મારા પુત્રોએ અષ્ટાપદનું રક્ષણ કરવા માટે ગંગાને વાળી તે હું આ પ્રાસાદોનું રક્ષણ કરવા માટે સમુદ્રને લાવું’ એ પ્રમાણે વિચાર કરી સમુદ્રને લાવવા માટે પોતાની સેવામાં રહેલા યક્ષેને હુકમ કર્યો. ત્યારબાદ તે યોના પ્રયત્નવડે દક્ષિણ દિશાના દ્વારથી પ્રવિષ્ટ થયેલે સમુદ્ર પિતાના મોજાએથી પૃથ્વીને ઢાંકી દેતા, ગરવવડે જગતને બહેરું કરતો ટંકણુ-બર્બર–ચીન-ભેટ-સિંહલ વિગેરે સંખ્યાબંધ દેશને તારાજ કરતા વેગથી શત્રુંજયની નજીક આવ્યા. એવા અવસરમાં અવધિજ્ઞાનના બલવડે ઈન્દ્રમહારાજ સમુદ્રનું આગમન જાણી તુર્તજ ચક્રવત પાસે આવી “હે ચકી આ પ્રમાણે કરશે નહિં” એવા આકુલ વચનવડે તે પ્રમાણે કરતા અટકાવીને ચકવર્તીને જણાવે છે જે–
સૂર્ય વિના જેમ દિવસ, પુત્ર-વિના કુલ, જીવ વિનાનું શરીર, દીપક વિનાનું ઘર, વિદ્યા વિનાને પુરૂષ, ચક્ષુ વિનાનું મુખ, છાયા રહિત વૃક્ષ, દયા રહિત ધર્મ, ધર્મ વિનાને મનુષ્ય, તથા પાણિ વિનાનું જગત્ જેમ શોભતું નથી તે પ્રમાણે આ શત્રુંજય તીર્થ વિના સર્વ જગત્ નિષ્ફલ છે. અર્થાત્ શભશે નહિં. જો કે
૧ એ સમુદ્ર અત્યારે પણ તાલધ્વજ ગિરિ (તળાજા)ની નજીકમાં છે. બારીક દષ્ટિથી જે તપાસીશું તે દક્ષિણદ્વારેથી સમુદ્રનું આગમન થયું હોય તે તે પણ બરાબર છે. કારણકે દક્ષિણ તરફ જ્યાં દેખશો ત્યાં સમુદ્ર જ દેખાશે.