Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૧૨
દક્ષિણ વ્યાસ ૭૦૦ માઈલ પ્રમાણ છે. એ અપેક્ષાએ વર્તમાનમાં શોધાયેલ દેશને ભરતના નીચેના ત્રણ ખંડમાં સમાવેશ કરવા તેમાં કઈ વિરોધક હેતુ હોય તેમ ખ્યાલમાં આવતું નથી.
ઉત્તર.
૭૯૨૬રી માઈલ
પશ્ચિમ
૯૦૦ માઈલ
) પૂર્વ
હાલની પૃથ્વી પૂર્વથી પશ્ચિમ સુધી ૭ર૬ માઈલ છે અને ઉત્તર દક્ષિણ ૭૯૦૦ માઈલ છે.
દક્ષિણ. પ્રશ્ન-( જ્યારે અમદાવાદની અપેક્ષાએ) આ દેશમાં સૂર્યોદય થાય છે. તે અવસરે અમેરિકા વિગેરે દૂર દેશમાં લગભગ સંધ્યાનો ટાઈમ થયેલ હોય છે તે પ્રમાણે ત્યાંથી આવતા વાયરલેસ ટેલીગ્રાફથી જણાવવામાં આવે છે એટલે કે અમેરિકામાં થતા સૂર્યોદય તેમજ સૂર્યાસ્તનું અંતર આ દેશની અપેક્ષાએ નવદશ કલાકનું સમજાય છે. તે મુજબ ઈંગ્લેંડ જર્મની વિગેરે દેશોમાં ખુદ હિન્દુસ્થાનમાં રહેલ મદ્રાસ-કલકત્તા વિગેરે શહેરોમાં પણ કોઈ ઠેકાણે છ કલાકનું કોઈ ઠેકાણે ચાર કલાકનું, કેઈ સ્થાને કલાકનું સૂર્યોદય તથા સૂર્યાસ્ત સંબંધી અંતર પડે છે તેમાં શું કારણ છે? જૈન શાસ્ત્રોમાં અનેક વખત શ્રવણ થાય છે કે જ્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય છે જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય છે ત્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય છે. એ એકદેશીય સિદ્ધાંતનું શ્રવણ કરી કઈ અર્ધદગ્ધ એમ પણ કહે છે કે અમેરિકામાં એ પ્રમાણે સૂર્યોદય સૂર્યાસ્ત સંબંધી આ દેશની અપેક્ષાએ લગભગ વિપરીત કમ હોઈ તે અમેરિકાને મહાવિદેહ કેમ ન કહી શકાય ? શાસ્ત્રના રહસ્ય જાણનારાઓ તે મહાવિદેહમાં સદાકાલ ચતુર્થઆ તીર્થકરેને સદભાવ મોક્ષગમનને અવિરહ તેમજ સ્વાભાવિક શકિતવંત મનુષ્યને ત્યાં જવાની શકિતનો અભાવ વિગેરે કારણોથી અમેરિકાને મહાવિદેહનું ઉપનામ સ્વપ્રમાં પણ આપતા નથી, તો પણ સૂર્યોદય તેમજ સૂર્યાસ્ત સંબંધી જે દશ કલાકનું અંતર પડે છે તેમાં શું કારણ છે? ઉત્તર–પ્રથમ જણાવી ગયા પ્રમાણે ભરતક્ષેત્રની પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર
પર્યત લંબાઈ ૧૪૪૭૧ ૪ યોજન પ્રમાણ છે. વર્તમાનમાં સૂર્યોદયના શોધાયેલ એશિયાથી અમેરિકા પર્યત પાંચે ખંડેને સમાવેશ ઉદયાતમાં પણ ભારતના દક્ષિણાર્ધ વિભાગમાં હોવાનું યુક્તિ પૂર્વક આપણે વિલંબ થવાનું જણાવી ગયા છીએ. ઉચ્ચ સ્થાન ઉપર યંત્ર પૂર્વક ગોઠવાયેલ કારણ. ફરતા દીપક પ્રારંભમાં પોતાની નજીકના પ્રકાશયોગ્ય ક્ષેત્રમાં
પ્રકાશ આપે છે. એ જ દીપક યંત્રના બલથી જેમ જેમ આગળ .