Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
હોવા છતાં તે જાણવાની બેદરકારી તેમજ તેના જિજ્ઞાસુઓ માટે જોઈતા ઉત્તેજનને અભાવ વિગેરે કારણેથી જ્ઞાનસિદ્ધપ્રગો પણ સમજાવી શકાતા નથી. તે માટે આપણા સમાજમાં લગભગ અસ્ત પામેલ જિજ્ઞાસુવૃત્તિને હવે પ્રગતિપ્રધાન કહેવાતા યુગમાં જાગૃત રાખવાની ખાસ જરૂર છે. અને એમ થશે તોજ આપણે આપણા માલિકસિદ્ધાંતનું સંરક્ષણ કરવા સાથે આપણું હાથેજ વૈજ્ઞાનિક ઉન્નતિ કરી અન્ય જગતને આશ્ચર્ય પમાડવા યોગ્ય પદાર્થવિજ્ઞાન પુરૂ પાડવા ભાગ્યશાળી બનીશું. સર્વજ્ઞ શાસનમાં અન્ય પદાર્થોની માફક ક્ષેત્રનું પણ પ્રતિપાદન અદ્વિતીયપણે હોવાથી તેના જ્ઞાનની પણ જરૂરીયાત ગણાય તે સ્વાભાવિક છે. તે સર્વજ્ઞ ભગવાનના ક્ષેત્ર વિષયક કથનને અનુસરી શ્રી લઘુક્ષેત્ર સમાસ નામને આ ગ્રન્થ પૂજ્યવચ્ચે શ્રીરત્નશેખરસૂરીશ્વરજી મહારાજે રચેલે છે, જેમાં જૈન દષ્ટિએ ક્ષેત્રનું સ્વરૂપ સર્વજ્ઞશૈલીથી પ્રદર્શિત કરેલું છે. આ ગ્રન્થમાં પણ પૂજ્યગ્રન્થકારે ઉપાત્યગાથામાં ટાંકેલા નીચે જણાવાતા શબ્દો ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે -
सेसाण दीवाण तहोदहीणं, विआरविस्थारमणोरपारं ।
सया सुयाओ परिभावयंतु, सव्वंपि सव्वन्नुमइक्कचित्ता ॥ १ ॥ શિષદ્વીપસમુદ્રો સંબંધી જે અનંત સ્વરૂપ વર્ણન છે તેને (મતિકલ્પનાથી નહિ પરંતુ) સર્વજ્ઞ મતમાં એક ચિત્તવાળા થઈને શ્રી સર્વજ્ઞભાષિતસિદ્ધાન્તને અનુસારે જ વિચારવું.] પૂર્વોક્ત વચન ઉપરથી એ સાર કાઢી શકાય છે કે ક્ષેત્ર સંબંધી અથવા
ગમે તે વિષયસંબંધી શાસ્ત્રોમાં વર્ણવેલું સ્વરૂપ દઢશ્રદ્ધાવંત શ્રદ્ધગમ્ય હોય તેજ સત્ય માની શકે છે, અથવા તો સર્વજ્ઞ પાતે સાક્ષાત્ પદાર્થો જાણી દેખી શકે છે. પરંતુ સર્વજ્ઞમતની શ્રદ્ધારહિતને માટે તે
તે સ્વરૂપ સત્ય માનવું એ બહુ વિષમ છે, કારણ કે અમુક માઈલના વિસ્તારવાળી આ દુનીયા–પૃથ્વી છે, એવા નિર્ણયવાળાઓને અને હિમાલયથી મોટા પર્વતે દેખ્યા ન હોય તેવાઓને તથા પાસીફિક આટલાંટિક આદિ મહાસાગરોથી મોટા સમુદ્રો દષ્ટિગોચર ન હ્યા હોય તેવાઓને હજારો
જનના પર્વતો, કરોડ જનના તથા અસંખ્ય જનન દ્વીપ સમુદ્રો કહીએ તે તે શી રીતે માને ? એવાઓના મનમાં તો એમજ આવે છે એટલા મોટા પર્વતે દ્વીપ તથા સમુદ્રો હોઈ શકે જ નહિં. પણ એ બધી શંકાનો આધાર પૃથ્વીબ્રમણની માન્યતા ઉપરજ રહેલો છે અને તે માન્યતા ખોટી છે એ નિરાગ્રહી મનુષ્ય સમજી શકે તેમ છે, પણ તે શ્રદ્ધાને વિષય છે. માટે જ કેટલાક અતીન્દ્રિયવિષયે શ્રદ્ધગમ્ય હોય એમ માનવું જ યોગ્ય છે.
આધુનિક સમયમાં ક્ષેત્રાદિવિષયસંબંધી એજ પરિસ્થિતિ ઉભી થયેલ છે.