Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
સુઘાષા ઘંટાનો શબ્દ અસંખ્યાત જન દૂર તેમજ અસંખ્ય જન વિમાનના વિમાન ઉલ્લંઘી પ્રત્યેક વિમાનમાં રહેલ ઘટામાં ઉતરી ત્યાં ત્યાં રહેલા દેવોને પ્રભુના કલ્યાણકાદિ પ્રસંગેની જાગૃતિ કરાવે છે.” ઈત્યાદિ વૃત્તાંતનું શ્રવણ કરનારાઓમાંથી કેટલીક વિચારશિથિલ વ્યક્તિઓને સુઘોષા ઘંટાનો શબ્દ તે તે દેવોની ઘંટામાં ઉતરવા સંબંધી આશ્ચર્ય ઉત્પન્ન થતું હતું તે આશ્ચર્યને વર્તમાન નમાં શેધાયેલ “રેડીયો” વિગેરે યાંત્રિક પ્રયોગોએ અમેરિકા-યુરોપ-વિગેરે દૂર પ્રદેશમાં થતા ભાષણે તેમજ ગાયનો અહિં રહેલ વ્યક્તિઓને સંભળાવીને સદં. તર દેશવટો આપી શબ્દના પલિકપણને સ્પષ્ટપણે જણાવી દીધેલ છે. એજ પ્રમાણે “
મિકમ-તિદિનો મન' એ વૈશેષિકદર્શનના સિદ્ધાંતની રૂએ પાણી તેમજ વાયુ પૃથક પૃથક સ્વતંત્ર જાતિના પરમાણુથી બનેલ દ્રવ્ય હોવાનું પ્રતિપાદન થાય છે. પરંતુ બે ભાગ હાઈડ્રોઝન તેમજ એક ભાગ ઍકસીઝન (H 9+6=Water) મળતાં તુરત પાણું થાય છે અને પાણી પણે પરિણમેલા અણુઓ પ્રયોગથી હાઈઝન અને ઍકસીઝન રૂપે પરિણમે છે એમ વૈજ્ઞાનિક (સાયન્ટીફીક ) પદ્ધતિથી એકીકરણ તથા પૃથક્કરણ થતું જોવામાં આવવાથી પૂર્વોક્ત તૈયાયિક સિદ્ધાન્ત અસત્ય ઠરે છે. જે દ્રવ્ય સ્વતે ભિન્ન છે તેનું દ્રવ્યાન્તર રૂપે ત્રણકાલમાં પરિવર્તન થતું નથી. જ્યારે જે વસ્તુને વૈજ્ઞાનિકપદ્ધતિથી અમુક પ્રકારે માનવાને પ્રસંગ પ્રાપ્ત થયા છે તે જ વસ્તુને મહાનુભાવસર્વજ્ઞ ભગવંતોએ વસ્તુના યથાર્થ ભાવને પૃથક પૃથક્ સ્વરૂપે ન વર્ણવતાં બાહાથી દેખાતા તેમજ અનુભવાતા તે પાણી તેમજ વાયુના શરીરને પુલદ્રવ્ય ને તેમાં પણ દારિક નામની જાતિમાં સમાવેશ હવાનું પ્રતિપાદન કરેલ છે.
એજ પ્રમાણે અમુક વર્ષોથી પ્રગતિ પામેલ ફોટોગ્રાફિક પદ્ધતિ સંબંધી શ્રી પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં સમર્થ વ્યાખ્યાતા વિદ્વતશિરોમણિ શ્રી મલયગિરિ મહારાજાએ પ્રત્યેક તથાવિધ બાદર મૂર્તદ્રવ્યમાંથી “કુવારામાંથી વહેતા પાણીની માફક કેવી રીતે છાયાના પુકલને પ્રવાહ નીકળે છે? અને તે છાયાના પુલનું ભાસ્વરે તેમજ અભાસ્વર દ્રવ્યમાં કેવું પ્રતિબિા પડવા સાથે કેવા પ્રકારથી ગ્રહણ થાય છે? તે સંબંધી ઘણોજ રોચક ઉલ્લેખ કર્યો છે. એથી એ નિર્ણય થાય છે કે શ્રી જિનેશ્વરના સિદ્ધાતમાં જે પણ વસ્તુનું પ્રતિપાદન થયું છે તે એમને એમ તે નથી જ. ફક્ત તે તે શાસ્ત્રોની તેવી પ્રત્યેક પંક્તિ ઉપર ખુબ વિચાર થવાની આવશ્યક્તા છે.
આ પ્રસંગે મારે અવશ્ય જણાવવું પડશે કે સર્વજ્ઞ પ્રભુના સિદ્ધાન્તમાં પ્રત્યેક વસ્તુસંબધી સંપૂર્ણ પ્રતિપાદન છતાં વસ્તુની શોધ માટે નિર્ણય થઈ શકતા નથી તેમાં તે સિદ્ધાંતોના વાચન-મનન અને સંપૂર્ણ નિદિધ્યાસનની પુરેપુરી ખામી એજ કારણ છે. અનંત જ્ઞાનીઓના અબાધિતસિદ્ધાન્ત અનાદિ સિદ્ધ