Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
सर्वलब्धिसम्पन्नाय श्रीमते गौतमगणधराय नमोनमः ।।
प्रकाशकनुं निवेदन.
શ્રીમન મુક્તિ કમળ જેન મેહનમાળાના ૩૧ મા પુષ્પ રૂપે શ્રી લઘુક્ષેત્રસમાસ-સવિસ્તરાર્થ [ સચિત્ર-સયંત્ર નામનો ક્ષેત્રવિષયક ગણિતાનુયોગ સંબંધી આ મહાનું ગ્રન્થ વિદ્યાવિલાસી જનસમૂહ સમક્ષ રજુ કરતાં પરમ પ્રમાદ ઉત્પન્ન થાય છે. શાસનવત્સલ ગીતાર્થપ્રવર આગમપ્રજ્ઞ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ શ્રીમદ્ વિજયમહનસૂરીશ્વરજી મહારાજશ્રીને પ્રેરણાત્મક સદુપદેશ એ આ માળાની ઉત્પત્તિનું નિમિત્ત છે. તેઓશ્રીને આગમ–પ્રકરણે પદેશિક ગ્રન્થ વિગેરે જેનસાહિત્ય સંબંધી સતત અભ્યાસ-પરિશીલન તેમ જ તે જૈનસાહિત્યના સાર્વજનીન પ્રકાશન માટે વિશેષ અભિરૂચિ હોઈ તેઓશ્રીના પરિશ્રમથી જ દ્રવ્યાનુયોગ-ચરણકરણનુયેગ-ગણિતાનુયોગ તેમજ ધર્મકથાનુયોગ વિષયક સાહિ ત્યના પ્રકાશન માટે આ માળા ગરવાન્વિત હતી, તેમાં આવા ક્ષેત્રવિષયક ગણિતા નુયોગ સંબંધી સચિત્ર સયંત્ર લઘુક્ષેત્રસમાસ-સવિસ્તરાર્થ ગ્રન્થના પ્રકાશનથી વિશેષ ગૌરવવતી બની છે, એમ નિ:સંશય કહેવું પડે છે.
આજ સુધીમાં શ્રી ઉપદેશપદ મહાગ્રન્થ સટીક (લેક ૧૪૫૦૦), શ્રી વિપાકસૂત્રસટીક સછાયા, પ્રતિમાશતક-સટીક, કર્મગ્રન્થસટીક પ્રથમ વિભાગ, અભિધાનચિન્તામણિરત્નપ્રભા ટીકા સહિત (હેમી-કોષ), શ્રી મહાવીરચરિત્ર (પૃ. ૮૦૦), ષત્રિશિકાચતુષ્ક–પ્રકરણ-ભાષાંતર વિગેરે (ત્રીશેક) વિવિધ સુવાસિત પુપિવડે આ ગ્રન્થમાળાએ તત્ત્વજ્ઞાન સ્વરૂપ સરભને જૈન-જૈનેતર સમાજમાં શક્ય પ્રચાર કરી જનસમૂહનું આકર્ષણ કર્યું છે. તેમાં પણ ક્ષેત્રસંબંધી યથાર્થ ભાવપ્રદર્શક રંગબેરંગી મનહર ચિત્ર રૂપી પાંખડીઓથી રચાએલ તેમ જ ગણિતાનુગ રૂપ સારભાન્વિત આ લઘુક્ષેત્રસમાસ-સવિસ્તરાર્થ નામક સુવાસિત પુષ્પનું માળામાં અનુસધાન થવાથી તત્ત્વજિજ્ઞાસુ મધુકરના વૃન્દા ક્ષેત્રવિષયક સરભને સુગંધ લેવા માળા તરફ વિશેષ આકર્ષાશે ! અને પરિણામે સાહિત્યરસિક સમાજમાં તત્વજ્ઞાનનો વિશેષ સુવાસ ફેલાશે! એવું અમારું ચોક્કસ મન્તવ્ય છે.