Book Title: Khambat no Prachin Jain Itihas
Author(s): Narmadashankar T Bhatt
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

View full book text
Previous | Next

Page 7
________________ આ પુસ્તક તૈયાર થયા પછી સંવત ૧૯ ના ચોમાસામાં પંજાબ કેસરી આચાર્યશ્રી શ્રીમદ વિજયવલ્લભસૂરીશ્વરજી ખંભાત પધાર્યા હતા તેમણે બતાવવામાં આવ્યું. વિદ્યાની કદર કરનાર મહાન પુરુષે મને રોગ્ય શબ્દોમાં પ્રોત્સાહન આપ્યું, અને તેઓશ્રીની કૃપાકટાક્ષે પ્રસિદ્ધિ પામ્યું છે, એ માટે આચાર્યશ્રીને અતઃકરણપૂર્વક આભાર માનું છું. “શ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ સ્મારક ટ્રસ્ટ બર્ડ”ના સભ્યોએ આ પુસ્તકને પ્રસિદ્ધ કર્યું તે બદલ તે સર્વ સભ્યને આભાર માનું છું. પ્રસ્તાવનાના લેખક મુનિશ્રી કાન્તિસાગર તથા ઈતિહાસ માટે સૂચનાઓ આપવા બદલ રા. ર. મેહનલાલ દલીચંદ દેશાઈ–મુંબઈ તથા રા. પં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી-વડોદરા તેમને આભાર વિસરી શક્તો નથી. આ ઈનિહાસનું પુસ્તક લખવામાં જ્યાં સુધી બન્યું ત્યાં સુધી કોઈપણ વિષયની સત્યતા ઈતિહાસથી જ પુરવાર કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમાં જેટલા સાધને પ્રાપ્ત થયાં તેમાંથી જે જે હકીકત પ્રાપ્ત થઈ તેને યેગ્ય સ્થળે ગૂંથી છે. સાધનના અભાવે તેમ અજાણમાં જે હકીકત રહી ગઈ હોય તે તે વાચક દરગુજર કરશે. આ પુસ્તકમાં જે છે તે પૂર્વના લેખકનું છે; મેં તો માત્ર છૂટા છવાયેલાં કુસુમની માળા ગૂંથી છે, તેના ખરા યશભાગી તેઓ છે. આ પુસ્તક માતૃભૂમિના ગૌરવરૂપે તથા તેના સ્મરણરૂપે ઉપયોગી થઈ પડશે તે મારો શ્રમ સફળ થયો માનીશ. ખંભાત, ઉંચીશેરી. તે - સં. ૧૯૬ વૈશાખ વદ ૧ / -નર્મદાશંકર લૂંબકરામ ભટ્ટ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 268