Book Title: Khambat no Prachin Jain Itihas Author(s): Narmadashankar T Bhatt Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust View full book textPage 6
________________ લેખકનું નિવેદન. ગુર્જર ભૂમિમાં ખંભાતનું સ્થાન અદ્વિતીય છે. ગુજરાતના પ્રાચીન નગરમાંનું એક છે. તેની કીર્તિ ખંડે ખડે વિસ્તરેલી હતી. દરિઆઈ વેણને લીધે તેણે “દુનિયાનું વસ” એવું બીરૂદ ધારણ કર્યું હતું. ગુજરાતના મહાન રાજાઓ સિદ્ધરાજ, કુમારપાળ વિગેરે ક્ષત્રિય રાજાઓ, મુસલમાન સુલતાને તથા દિલ્હીના મુગલ બાદશાહોએ ખંભાતમાં પિતાના કદમ ક્યાં હતાં. તેની સમૃદ્ધિ, તેને વેપાર અને તેની દરિઆઈ અગત્ય સમજી તેની મહત્તા સ્વીકારી હતી. હિંદને સમ્રાટ અકબર “ખંભાતના રાજા તરીકે ઓળખાય એ ખંભાતની મહાન જાહોજલાલી ગણાય. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ખંભાતને ફાળે નાસુને નથી. ધાર્મિક ઈતિહાસમાં ખંભાતનું સ્થાન અનુપમ છે. કળીકાળસર્વજ્ઞ પં. હેમાચાર્ય તથા મહાન આચાર્ય હીરવિજયસૂરિ વિગેરે મહાન આચાર્યોએ ખંભાતના ઈતિહાસને દીપાવ્યું છે. ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ” એક દૃષ્ટિએ જૈન ધર્મને લગતે લાગશે, પરંતુ વિશાળ દૃષ્ટિએ તે ખંભાતને જ ઈતિહાસ છે એમ કહીએ તો તે ખોટું નથી.. આ પુસ્તક લખવામાં અનેક પુસ્તકની જરૂર પડી છે પરંતુ મારે દીલગીરી સાથે લખવું પડે છે કે ખંભાતમાંથી જ મને સઘળું સાહિત્ય પ્રાપ્ત થયું નથી. કેટલાંક પુસ્તકો વડેદરા સેંટ્રલ લાયબ્રેરીમાંથી મેળવવા પડેલા તથા કેટલાક મુંબાઈમાં ધંધાથે નિવાસ કરતા અત્રેના શ્રીમાન મેહનલાલ દીપચંદ ચેકસીએ ત્યાંથી મેકલાવેલા તેમ પિતાના ખાનગી પુસ્તકાલયમાંથી આપેલાં. વળી તેઓ જ્યારે ખંભાત આવે ત્યારે મને અનેક રીતે પ્રોત્સાહન આપતા. આમ તેઓશ્રીએ મને ઘણું રીતે સહાય કરી છે, તે બદલ શ્રીયુત મોહનલાલભાઈને હું ઘણોજ આભારી છું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 268