Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ મારા જેવા ઘણાને સુશિક્ષિતો પાસેથી પણ સાંભળવી પડે છે. જો પ્રજાને ગેરરસ્તે દોરનારાઓ ભાષાશિક્ષણ બાબત પોતાના આત્મધાતક પૂર્વગ્રહો છોડવા તૈયાર ન હોય, અને પ્રજા તેના ભાર તળે “ગોળ કાણામાં ચોરસ ખીલો’’ જેવી કઢંગી પરિસ્થિતિમાં વધુ ને વધુ ભૂંડી રીતે રગદોળાયા કરવાની હોય, તો જેની પાસે જીવનપોષક જ્ઞાનસમૃદ્ધિ છે તેણે ગુજરાતીમાં જાહેરમાં બોલવાનું કે લખવાનું છોડી દઈને વિનાશલીલા નિરખવી એ જ ઉપાય ને ? અમે તો આ બોલવા-લખવાની ધૃષ્ટતા કરી જ નાખી છે ત્યારે શું કરીએ ? શ્રોતા સહકાર આપો કે ન આપો; છેવટે એક જ ઉત્કટ પ્રાર્થના : “સવો સન્મતિ રે માવાન !” લખાણમાંનાં પુનરાવર્તનો બને ત્યાં સુધી સકારણ હશે. છતાં અતિરેક લાગે ત્યાં ક્ષમા પ્રાર્થુ છું. ‘અર્થશાસ્ત્ર’માંના સ્થાનનિર્દેશો પ્રા. કંગલેની આવૃત્તિ મુજબ છે. જે વ્યાખ્યાનો લિખિતરૂપે તા. ૨૮થી ૩૦ માર્ચ, ૨૦૦૫ એ વ્યાખ્યાન-તારીખો પહેલાં કે ત્યાં સુધીમાં સોંપાય તે અપેક્ષિત હતું, તેમાં થયેલા વિલંબ માટે પ્રથમ તો હાર્દિક ક્ષમાયાચના. આ માટે કેટલાંક કારણો હતાં. વ્યાખ્યાન પૂર્વેનો ગાળો આવા વ્યાખ્યાન માટે તો ચોક્કસ ખાસ્સો ટૂંકો હતો. એથી ઉપર કહ્યું છે તેમ લિખિત રૂપે પૂરતા વિસ્તારથી નિરૂપણ કરવાનું ઉચિત લાગતાં બીજા વ્યાખ્યાન વખતે જ મેં એ વાત સહુને કરેલી. વિષયને બરોબર ન્યાય આપવા માટે, સારો એવો સમય આપવો પડ્યો. એમાં તા. ૩-૧-૨૦૦૭ને રોજ જમણા પગના પહોંચા પાસે બે હાડકાં ભાંગતાં આજ સુધી એની વ્યથાઓ ચાલુ રહી છે. એ બધાં વચ્ચે પણ એક વિસ્તૃત સંદર્ભગ્રંથની ગરજ સારે તેવું સમગ્ર લખાણ સુચારુ રૂપે થયું છે, એટલે સંસ્થાના કાર્યવાહકો અને ઉત્સુક (મીઠી ઉઘરાણી સુધ્ધાં કરતાં !) વાચકોની ક્ષમાને પાત્ર થયો છું. ગ્રંથને પક્ષપાત વિના પૂરો ચકાસો અને કહેવા-સૂચવવા જેવું મને પ્રેમથી નિઃશંક પહોંચાડજો. આભારના પ્રથમ અધિકારી છે સંસ્થાની વિનંતિ હૃદયથી સ્વીકારી ત્રણ વ્યાખ્યાનોનું પ્રમુખસ્થાન શોભાવનારા સ્વજનો, અનુક્રમે : (૧) સરકારી ઉચ્ચ દોદ્દાઓ ઉચ્ચતર કાર્યનિષ્ઠા-વિદ્યાનિષ્ઠાથી આરાધનારા મારા અંતરંગ મિત્ર શ્રી મંગળભાઈ છ. નાયક, (૨) આજીવન વિદ્યાપ્રેમી કેળવણીકાર ડૉ. કુલીનચંદ્ર યાજ્ઞિક અને (૩) મધુરદર્શી રસજ્ઞ ડૉ. ભોળાભાઈ પટેલ. હાર્દિક'આભાર આ સૌનો તો ખરો જ : લા.દ.ના નિયામકશ્રી ડૉ. પં. જિતેન્દ્ર શાહ, પ્રા. કાનજીભાઈ, પ્રા. કનુભાઈ, અન્ય વિદ્વાનો, નમ્ર સેવકગણનો; ટાઈપ-સેટિંગના કુશળ સહયોગીઓ તેમ જ મુદ્રકનો પણ. વળી પ્રૂફ-વાચનમાં ઊલટથી સહયોગ આપનાર અને મારા લખાણને પોતાની રીતે માણનાર પત્ની ઉષાને કેમ ભૂલું ? ૬, અમૂલ કો. હા. સોસા., નવા શારદામંદિર પાસે, સુખીપુરા મ્યુ॰ બાગ સામે, પો॰ પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ટે. નં. (૦૭૯) ૨૬૬૦૬૪૦૮ તા. ૧-૪-૨૦૦૯ Jain Education International For Personal & Private Use Only નીતીન ર. દેસાઈ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 374