Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ આકાર્યો છે. સમાજને નરવા અને નવા-નવા માર્ગ ચીંધનાર ઠરેલ નાગરિકોનું હૃદયબળ ખીલે અને તેમની લાંબું જોનારી સંગીન વિચારશક્તિ અને નિર્ણયશક્તિનું ઘડતર થાય એવી ઊંડી લાગણીથી શ્રોતાઓ પર નેત્રનાં અમી સીંચતા જઈ બોલવાનું રાખ્યું, ને તે સુપેરે તેમના સુધી પહોંચતું પણ લાગ્યું. કૌટિલ્યની વાતો કેટલે અંશે આપણી પોતાની જ વાતો બની રહે તેમ છે તે જ ચીંધવાનું ધ્યેય રહ્યું. કૌટિલ્યનો અણછાજતો બચાવ કે તેમનાં ઠાલાં વખાણ આમાં અપ્રસ્તુત છે. આવા પ્રશિષ્ટ, કાળ-થપાટોમાં ટકેલા ગ્રંથો સાથે આપણા અંતરની કેટલી એકરૂપતા સહજપણે સધાય છે તે જ શોધવાનું મનોહર લાગે છે. અહીં પ્રસંગવશાત્ એ ઘૂંટાયેલી સમજણ કહી છૂટું કે શિક્ષણ ન ગ્રંથ કેન્દ્રી હોય, ન વિભૂતિકેન્દ્રી, કે ન વિચારવિશેષકેન્દ્રી; તે તો હોય જિજ્ઞાસાકેન્દ્રી, સકળમનુષ્ય કેન્દ્રી. છાત્રમાં સ્વયંભૂ જ્ઞાનશક્તિ જગાડવાનું, એના “પરિપ્રશ્નોને ઉછેરવાનું અને વધાવવાનું એનું ધ્યેય હોય. એવા મુક્તમનથી આ વ્યાખ્યાનો પ્રગટ-ચિંતનરૂપે જ આપ્યાં છે. અર્થશાસ્ત્ર' ગ્રંથને દાર્શનિક અને સાંસ્કૃતિક એમ ખાસ બે દૃષ્ટિકોણથી તપાસવાનું પણ તરત જ એટલે સૂઝયું કે દર્શન અને સંસ્કૃતિ આ બે અનુક્રમે આંતર-બાહ્ય પાસાં વ્યક્તિથી માંડીને તે-તે પ્રજાજૂથનું કે રાષ્ટ્રનું આંતરિક કાઠું બતાવનારા માપદંડો છે. તો “અર્થશાસ્ત્ર' પણ આ બે માનવીય પાસાંઓ પરત્વે કેટલું જાગૃત અને ઉદ્યત છે તે વાત આપણા ગરવા સામાજિકોની (સમાજપ્રેમીઓની ) ગાંઠે બંધાવી શકાય, તેમને ખુદને એવાં ઊંચાં મૂલ્યોના નરવા શોખથી ચેતનવંતા કરી શકાય એવું ધ્યેય અત્રે રખાયું છે. બાકી સામાજિક વિષયના પ્રાચીન ગ્રંથોમાં ઘણી સામગ્રી તત્કાલીન સંદર્ભે જ પ્રસ્તુત હોઈ કાલાંતરે સાવ અપ્રસ્તુત કે ત્યાજય પણ બની જાય છે. આ ગ્રંથમાં પણ સહજ રીતે જ, કાળબળે બદલાયેલાં આપણાં મૂલ્યોનાં પરિપ્રેક્ષ્યમાં આવી ઘણી-બધી વાંધાપાત્ર સામગ્રી છે. પણ એમાં કાળ કારણરૂપ છે, લેખકનો દોષ નહિ. એ બધું બાદ કર્યા બાદ શેષ રહેતી પાયાની ઘણી મૂલ્યવાનું ચિંતનસમૃદ્ધિ આમાં જોઈ આપણું મન હરખાયા વિના રહેતું નથી. એથી મારા ધર્મવિચારપ્રેમી, ગાંધીપ્રેમી એવા સ્વભાવ છતાં મને આ વિષયે બોલવાનું કેમ સૂછ્યું હશે એવો આશ્ચર્યપ્રશ્ન કોઈને રહેશે નહિ. બાકી ‘અર્થશાસ્ત્રનો માત્ર યથાતથ વિસ્તૃત પરિચય આપવાનું કોરું આયોજન આવી સાંસ્કૃતિક વ્યાખ્યાનમાળામાં ન જ શોભત; તે તો કંટાળાજનક બની શ્રોતાનો અને સર્વનો ઠાલો શક્તિવ્યય જ કરત. ત્રણ દિવસનું એકંદર ભર્યું-ભર્યું, એકાગ્ર શ્રોતૃવંદ જોતાં પસંદ કરેલો વિષયઆકાર સર્વરૂપે સાર્થક જણાયો. અલબત્ત, વક્તવ્યમાં રજૂ કરાયેલા તે-તે વૈચારિક મુદ્દા પરત્વે સમર્થનરૂપે “અર્થશાસ્ત્ર'માંની ખપની તે-તે સામગ્રી પીરસવાના અવસર તો મળતા જ રહ્યા. અગાઉ કહ્યું છે તેમ, સાર્થક શિક્ષણવિધિનો એટલે કે જ્ઞાનના અર્થપૂર્ણ વિતરણ અને આદાન(સ્વીકાર)નો પાયો તો છે વ્યક્તિની તાલાવેલીભરી જિજ્ઞાસા, જેને માટે ભગવદ્ગીતાએ પરિપ્રશ્ન' (તીવ્ર-જિજ્ઞાસાયુક્ત પ્રશ્ન) સંજ્ઞા યોગ્ય રીતે જ આપી છે. આ દષ્ટિએ આ વ્યાખ્યાનના નિમંત્રણપત્રમાં શ્રોતાઓને એવા પરિપ્રશ્નો મોકલવા વિનંતી કરેલ. કહેવાતા “સ્વતંત્ર ભારતમાં સમાજ-ચેતનામાં, કોઈક અકળ કારણોથી, ઉત્તરોત્તર વધતા પ્રમાદને કારણે નભેલી આપણી કમનસીબ ચીલાચાલુ શિક્ષણપ્રણાલીએ ઊભા કરેલા જિજ્ઞાસા-ઘાતક માહોલને કારણે, અમને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 374