Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ આરોહણ-અવસરે સ્વસ્તિવચનો (ભૂમિકા) અવિચારિતાથી અનર્થને જ પ્રાયઃ નોતરે તેવા અર્થ (ધન) પાછળ “ધોડ્યા જતા' માનવપૂરમાંથી તરીને, આત્મબળ અને હૃદયબળમાંથી નક્કર, અભંગ પ્રેરણા પામીને, શ્રવણ-મનનનિદિધ્યાસન થકી જીવનને મહિમાયુક્ત આરોહણના અવસર તરીકે ઉજવવા માગનારા, આવા જ્ઞાનના રસિયા વિરલા જીવનશૂરોને અભિનંદન અને આવકાર. એમનાં ઉત્સાહ અને ધૈર્ય અખંડ રહે તે માટે યથામતિ સૂઝતા આ બે બોલ. એકલદોકલ મનુષ્ય ભલે ભૂલી-ભટકી જાય, પણ સરવાળે આખી માનવજાત માટે તેમ થવું ન સંભવે” (Man can mistake, but not the mankind) – એવી એક ઉક્તિ વર્ષો પહેલાં વાંચ્યા ભેળી મારે માટે શ્રદ્ધય બની ગઈ. એમાં મનુષ્ય માંહે પડેલી અસલ સામાજિકતા નવાજાઈ છે. રચનાત્મક સંબંધ જાળથી ગૂંથાયેલા ઠરેલ જનસમુદાય કે સમાજ માટે જ પ્રયોજાયેલો ‘મહાજન' શબ્દ પણ ઉક્ત અભિપ્રાયનો સુસ્પષ્ટ પડઘો પાડે છે. જેમ દ્રવ્યની શુદ્ધિ તેને તડકે નાખીને કરીએ છીએ, તેમ તે-તે વિદ્યાના મૂલ્યની ચકાસણી અને શુદ્ધિ આ ‘મહાજન' વચ્ચે જે-તે વિદ્યાને ભરી-ભરી નમ્રતા સાથે વિધિપૂર્વક રજૂ કરવા થકી થાય છે. એ ન્યાયે જીવનમાં યથાશક્તિ-યથામતિ રસથી સંઘરેલા જ્ઞાનને છેક અંદના, પણ વિચારશીલ એવા આદમી સમક્ષ એની ભૂમિકા અને જ્ઞાતિ પરિભાષા મુજબ મૂકતા રહેવાનું ગમે છે; બબ્બે કર્તવ્યરૂપ લાગે છે. એમ કરતાં એ માનેલા જ્ઞાનની શી વલે (શા હાલ) થાય છે તે ચકાસવું પણ ગમે છે. આપણા આધુનિક બે મહાપુરુષોએ (સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીએ) પ્રજા માટે ‘જનતા-જનાર્દન' બિરુદ તરતું કરીને મોટો ઉપકાર કર્યો છે. અધ્યાપનકાળની શરૂઆતમાં જ નિમિત્તવશાત્ કૌટિલ્યના વિચાર-જગત્ વિષે રસ અને આદરથી વાંચેલું. વર્ષો પછી અધ્યાપનનું અન્ય નિમિત્ત ઊભું થતાં કૌટિલ્યના ‘અર્થશાસ્ત્રનું અધ્યાપન અનુસ્નાતક-કક્ષાએ કુતૂહલથી અને પરમ આદરથી સ્વીકાર્યું. રસ પોષાતો ગયો. કૌટિલ્યમાં એકંદરે વ્યવહારુ, પણ ખૂબ શાણો ને છાતીવાળો ચિંતક વરતાયો. તે-તે માનવીય સમસ્યાથી ભાગવું કે થાકવું નહિ એવી એમની તાસીર, ગ્રંથમાંની દમનકારી, નિયમનકારી રાજકીય, વહીવટી કક્ષાની ખીચોખીચ ભરેલી અનેક અટપટી વિગતો વચ્ચે આ મહામનીષીનાં અતિ-ઉચ્ચ જીવનમૂલ્યો પણ ગૂંથાયેલાં જોઈને સાનંદ આશ્ચર્ય અનુભવ્યું; બલ્ક ભ્રમભંજન થયું. કવિવર ભવભૂતિએ લોકોત્તર વિભૂતિઓની ચિત્તવૃત્તિઓને ‘વજથી પણ કઠોર' અને છતાં ‘પુષ્પથી પણ કોમળ' કહી છે, તે વાત કૌટિલ્યમાં સાકાર થઈ. એટલે મને કોઈક જિજ્ઞાસુ-સમુદાયમાં શીઘ્રવક્તવ્ય રૂપે પણ આ જીવનવીરના વિચારવૈભવની વાત કરવી ગમતી. “કૌટિલ્ય વિષે બોલવા જેવું તો છે ગાંધીનગરમાં એવો વિચાર ધૃષ્ટ મનને વારંવાર આવેલો; ને ખરેખર ગાંધીનગરમાં જ બોલવાનો અવસર અનાયાસ આવ્યો – અલબત્ત, “રાજધામમાં નહિ, પણ “અક્ષરધામ'માં ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 374