Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ આગોતરા પરિપ્રશ્નો ન મળ્યા. અલબત્ત, વ્યાખ્યાનના દિવસોમાં બે સંસ્કૃતપ્રેમી સુવિદ્વાનો તરફથી લિખિત પ્રશ્નાવલી મળી. વ્યાખ્યાન વખતે સમયાભાવે એના ઉત્તરો સમાવી શકાયેલા નહિ, પણ આ પુસ્તકના અંતભાગમાં તે સમાવાયા છે. સાચા શિક્ષણ માટે કરવા જેવી અનેક મૌલિક નવરચનાઓ પૈકી આમ પરિપ્રશ્નોને ખાસા સમય અગાઉથી નોતરવાની અને વક્તવ્યને તેને આધારે ઢાળવાની પદ્ધતિ ખિલવવાની જરૂર છે. “પ્રશ્નોપનિષદ્'માં આ પદ્ધતિનો એક જીવંત મનોવૈજ્ઞાનિક પ્રયોગ જોવા મળે છે. આની પૂર્તિરૂપે શ્રોતાને વ્યાખ્યાન વખતે તત્કાલ ઊઠતા પ્રશ્નો પણ લિખિતરૂપે નોતરી વ્યાખ્યાનાંતે તેના ઉત્તર આપવાનું યોજી શકાય – ઉચિત પ્રશ્નોનું ચયન કરીને. આવી ઔપચારિક વ્યાખ્યાનમાળાના અન્વયે જે કેટલીક રૂઢિઓનું અવિચારિતાથી યાંત્રિક અનુસરણ (બલ્લું અનુકરણ) કરાય છે, તેમાં પણ સાફસૂફી જરૂરી લાગે છે; તો જ એના ખરા ધ્યેયને પૂરો ઉઠાવ મળે અને સમગ્ર આયોજન એક હેતુલક્ષી સાંસ્કૃતિક ઘટના બની શકે. તેવી કેટલીક રૂઢિઓ વિષે કહેવું છે : (૧) નિમંત્રિત વક્તાને જ મહત્તમ સમય મળી રહે તે માટે બિનજરૂરી ઔપચારિકતાઓ અને કોઈકના માન-મોભા જાળવવા માટેનાં અપ્રસ્તુત વક્તવ્યો સમજણપૂર્વક ત્યજાય. જરૂરી પૂર્વભૂમિકા આપવા આયોજકનું ટૂંકું વક્તવ્ય અવશ્ય રજૂ થાય. (૨) એક વિષય અને એક વક્તાવાળી એકાધિક દિવસોની વ્યાખ્યાનમાળામાં બધા દિવસો માટે એક જ તજ્જ્ઞ એવી અધિકારી વ્યક્તિ પ્રમુખ હોય, જેથી સમગ્રપણે સંપૂર્ણ વ્યાખ્યાનને અંતે યથાર્થ મૂલ્યાંકન થઈ શકે. (૩) પ્રમુખે મુખ્ય એકાગ્ર શ્રોતા બનીને વક્તવ્યને પૂરેપૂરું ઝીલવાનું હોય, જરૂરી ટાંચણી કરવાની હોય અને છેવટે સુરુચિ અને સમત્વ જાળવીને વક્તવ્યના ગુણ-દોષની નિખાલસ સમાલોચના પણ કરવાની હોય, અને વ્યાખ્યાતાના વક્તવ્યમાંથી સમગ્રપણે ઊપસતી મુખ્ય વાત સારકથનરૂપે શ્રોતાની ગાંઠે બરોબર બંધાવવી પણ ઘટે, વ્યાખ્યાતા અને વ્યાખ્યાનને સાવ જ કોરાણે મૂકીને, તેની અવગણના કરીને, પ્રમુખે પોતે જ અપ્રસ્તુત એવું સ્વતંત્ર વક્તવ્ય આપવું તે ભારે મોટી કર્તવ્યર્ચ્યુતિ અને બે-અદબી જ ગણાય. પ્રમુખની પસંદગી સુચિંતિત રૂપે જ થવી ઘટે. (૪) શ્રોતાઓનાં નામ-સરનામાં સાથે એમનાં શિક્ષણ અને રસવિયો બતાવતી માહિતી સફળ આયોજન દ્વારા એકત્ર કરી એનો પછીના અવસરો માટે ઉપયોગ કરવો. (૫) શ્રોતાઓના પ્રતિભાવ, પાછળથી વિશેષ વિનંતી દ્વારા મેળવવા. વ્યાખ્યાન કે લખાણની ભાષા વિષે થોડીક સ્પષ્ટતા ઉપયોગી થશે. દિવસે-દિવસે ગુજરાતી માધ્યમ પ્રત્યે સમાજમાં વિસ્તરતા ઘાતક પૂર્વગ્રહને કારણે તથા સંસ્કૃત ભાષાનું સંગીન શિક્ષણ અને ખાસ તો તેનાં સમૃદ્ધ શબ્દભંડોળનો અત્યંત જરૂરી એવો રુચિવર્ધક વિશ્લેષણાત્મક પરિચય આપવા બાબતની અત્યંત અવિચારી અવગણનાને લીધે, ધીમે ધીમે ગુજરાતીઓ પાસેથી સારી, સુંદર ગુજરાતી તો શું, નબળી ગુજરાતી પણ છિનવાઈ રહી છે, ને માત્ર બેવકૂફીભરી હોડમાં દોડવા માટે અને ઠાંસ મારવા માટે, અધકચરી જ શિખાતી અંગ્રેજી જબરો ઘેરો ઘાલી રહી છે. એટલે આજે નવી પેઢી માટે અને માત્ર પૈસામાં જ મૂલ્ય માનતા ધંધાદારીઓ માટે ધોરણસરની સાદી ગુજરાતી પણ અઘરી બની રહી છે, તો પછી વિશિષ્ટ વિષયને ન્યાય આપવા વાપરેલી, સંસ્કૃત શબ્દભંડોળના પ્રમાણસરના કે મર્યાદિત ઉપયોગવાળી ગુજરાતીની તો વાત જ શી કરવી ? એટલે “તમારી ભાષા અઘરી પડે છે” એવી કૌતુકજનક ફરિયાદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 374