________________
jain
કથાસાર
મહાવિદેહ ક્ષેત્રમાં મહાબલના ભવમાં ૮૪ લાખ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું હતું. કુલ ઉંમર ત્યાં ૮૪ લાખ પૂર્વની હતી. ત્યાં તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું હતું. તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવાના ૨૦ બોલ આ પ્રમાણે છે ઃ
(૧) અરિહંત (૨) સિદ્ઘ (૩) જિન સિદ્ધાંત (૪) ગુરુ (૫) સ્થવિર (૬) બહુશ્રુત (૭) તપસ્વી–આ સાતની ભકિત, બહુમાન, ગુણ—કીર્તન કરવાથી (૮) વારંવાર જ્ઞાનમાં ઉપયોગ કરવાથી (૯) દર્શન શુદ્ધિ (૧૦) વિનય (૧૧) ભાવયુકત પ્રતિક્રમણ (૧૨) નિરતિચાર સંયમનું પાલન (૧૩) અપ્રમત્ત જીવન (૧૪) તપસ્યા (૧૫) ત્યાગ, નિયમ અથવા દાન (૧૬) અપૂર્વજ્ઞાન ગ્રહણ (૧૭) સમાધિભાવમાં રહેવું અથવા બીજાને શાતા ઉપજાવવી (૧૮) સેવા કરવી (૧૯) શ્રુત ભકિત (૨૦) જિનશાસનની પ્રભાવના કરવી.
13
ઉપરોકત બોલમાંથી એક અથવા એકથી વધુ બોલનું સેવન કરવામાં ઉત્કૃષ્ટ રસ ઉત્પન્ન થાય તો તીર્થંકર નામકર્મનો બંધ થાય છે. આ બંધ પડયા પછી ત્રીજા ભવમાં અવશ્ય તીર્થંકર બને છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે.
પ્રેરણા – શિક્ષા :(૧) ધર્મકાર્યમાં પણ સરલતા હોવી અત્યંત આવશ્યક છે. અતિશય હોશિયારી કે કપટભાવ ક્ષમ્ય નથી. વિશિષ્ટ તપ–સાધના કાળમાં નહિવત્ માયા દ્વારા મહાબળના જીવને મિથ્યાત્વની પ્રાપ્તિ અને સ્ત્રીવેદનો બંધ થઈ ગયો, જેનું ફળ તીર્થંકર બન્યા પછી પણ ભોગવવું પડયું.
(૨) મિત્રોની સાથે કયારેય દ્રોહ – વિશ્વાસઘાત કરવો નહિ. સાથે સંયમ લેવાનું વચન આપ્યું હોય તો પણ સમય આવતાં પૂર્ણ કરવું. જેવી રીતે મહાબલના છ મિત્ર રાજા હોવા છતાં સાથે જ દીક્ષા લીધી.
(૩) ઇચ્છા પર કાબૂ ન રાખતી વ્યકિત પ્રાપ્ત થયેલા પૂર્ણ સુખોમાં પણ અસંતુષ્ટ રહે છે અને અપ્રાપ્તની લાલસામાં ગોથાં ખાય છે. દા.ત. છએ રાજા પરિવાર સંપન્ન હોવા છતાં મલ્લિકુમારીનું વર્ણન સાંભળી તેમાં આસકત થઈ યુદ્ધ કરવા ગયા. આ બધી અસંતોષવૃત્તિ છે. જ્ઞાની થવાનું ફળ એ છે કે પ્રાપ્ત થયેલી સામગ્રીમાં સંતોષ માની ઉત્તરોત્તર તેમાં ત્યાગ ભાવનાની વૃદ્ધિ કરવી. (૪) મોહનો નશો વધારે ચઢયો હોય તો તે પ્રેમ અને ઉપદેશથી એક વાર ઉતરતો નથી પરંતુ એક વખત પ્રતિકૂળ ભયંકર પરિસ્થિતિ આવતાં કુશળ ઉપદેશકનો સંયોગ થાય તો જરૂર જીવન પરિવર્તિત થઈ જાય છે.
(૫) મલ્લિકુમારીએ એંઠા કોળિયા મૂર્તિમાં નથી નાખ્યા પરંતુ એક કોળિયા જેટલો શુદ્ધ આહાર નાખ્યો હતો. દ્વાર બંધ રહેવાથી અનાજ સુકાતું નહિ તેથી તેમાં દુર્ગંધ પેદા થઈ પરંતુ સમૂર્ચ્છિમ કે ત્રસ જીવોની ઉત્પત્તિ નથી થઈ.
(૬) પોતાની ભૌતિક ઋદ્ધિમાં કયારેય ફુલાવું ન જોઈએ. સંસારમાં કેટલાય એક એકથી અધિક ચડિયાતા વૈભવશાળી જીવો હોય છે. કૂપમંડૂક ન બનતાં વિશાળ દષ્ટિ રાખવી જોઈએ.
(૭) પરીક્ષાની ઘડીઓ જયારે આવે છે ત્યારે ખૂબ ગંભીર અને સહનશીલ બનવું જોઈએ. તે સમયે લોકનિંદા, તિરસ્કાર અને કષ્ટોની ઉપેક્ષા કરવી જોઈએ. દા.ત. અર્હન્નક શ્રાવકે દેવ ઉપદ્રવ આવ્યો જાણી ઉકત ગુણોને ધારણ કરી નિર્ભય દઢ મનોબળની સાથે કામ લીધું. ત્યારે માનવની શાંતિ અને ધૈર્ય પાસે વિકરાળ દાનવની શકિત વિનષ્ટ થઈ અને દેવ નતમસ્તક બની ગયો.
(૮) પરિગ્રહની મર્યાદાવાળો શ્રાવક અકસ્માત પ્રાપ્ત થતી સંપતિને પોતાની પાસે નથી રાખતો. જેવી રીતે અર્હન્નક શ્રાવકને દેવાધિષ્ઠિત કુંડલની બે જોડ મળી છતાં બન્ને રાજાઓને ભેટ સ્વરૂપે આપી દીધી.
(૯) સમૃદ્ધ શ્રાવક પોતાની આજુબાજુમાં રહેવાવાળા સામાન્ય પરિસ્થિતિવાળા જન સમુદાયને વ્યાપારમાં અનેક પ્રકારનો સહયોગ આપે તો એ તેની અનુકંપા અને સાધર્મિક સાથેનો સહાનુભૂતિનો વ્યવહાર ગણાય. જે શ્રાવક માટે અનિવાર્ય ફરજ છે. જેથી વ્યવહારિક રીતે ધર્મ અને ધર્મીઓ પ્રશંસિત થાય છે. જીવો પ્રત્યે ઉપકાર થાય છે.
સારાંશ એ છે કે અર્હન્નક શ્રાવકના જીવનમાંથી ધર્મમાં દઢતા, સહવર્તીઓનો સહયોગ અને પરિગ્રહની સીમામાં સતર્ક રહેવું, મનને લોભાન્વિત ન કરવું ઇત્યાદિક પ્રેરણા ગ્રહણ કરવા જેવી છે.
(૧૦) પોતાની કળામાં કોઈ ગમે તેટલો નિપુણ હોય છતાં પ્રવૃત્તિમાં વિવેકબુદ્ધિ ન હોય તો તેને લાભ અને યશની જગ્યાએ દુઃખ અને તિરસ્કારની પ્રાપ્તિ થાય છે. (અહીં મલિકુમારીનું ચિત્ર બનાવનાર ચિત્રકારને દેશનિકાલની સજાની કથા છે.) (૧૧) શુચિ મૂલક ધર્મમાં પાણીના જીવોનો આરંભ કરી તેને ધર્મ તથા મુકિતમાર્ગ માનવામાં આવે છે જે અશુદ્ધ સિદ્ધાંત છે. આવા સિદ્ધાંતને લોહીથી લોહીની શુદ્ધિ કરવાની વૃત્તિની ઉપમા આપવામાં આવી છે. તેથી મુમુક્ષુ આત્માએ છ કાયના જીવોની કોઈપણ ઉદ્દેશથી કરવામાં આવેલી હિંસા મોક્ષદાયક ન માનવી.
સબ જીવ રક્ષા યહી પરીક્ષા, ધર્મ ઉસકો જાનીયે – જહાં હોત હિંસા, નહીં હૈ સંશય, અધર્મ વહી પહચાનીયે. (૧૨) મલ્લિનાથ ભગવાનની નિર્વાણ તિથિનું વર્ણન કરતાં સૂત્રમાં કહ્યું છે કે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસનો બીજો પક્ષ અને ચૈત્ર સુદિ ચતુર્થીના દિને ૫૦૦ સાધુ અને ૫૦૦ સાધ્વીજીઓની સાથે ભગવાન મોક્ષે પધાર્યા.અહીં ઘ્યાન દેવા યોગ્ય વાત એ છે કે મહિનાનો પ્રથમ પક્ષ વદિ અને બીજો પક્ષ સુદિ કહ્યો છે. તેથી એ સિદ્ધ થાય છે કે જૈન સિદ્ધાંત અનુસાર અમાસને અંતે મહિના કે વર્ષ નથી થતા પણ મહિના અને વર્ષ પૂર્ણિમાને અંતે થાય છે. ઋતુ પણ પૂર્ણિમાને અંતે પૂર્ણ થાય છે.
અધ્યયન – ૯ જિનપાલ અને જિનરક્ષિત
ચંપા નગરીના માકંદી સાર્થવાહને બે પુત્ર હતા – જિનપાલિત અને જિનરક્ષિત. તેઓ અગિયાર વખત લવણસમુદ્રની યાત્રા કરી ચૂકયા હતા. તેની યાત્રાનો ઉદ્દેશ વ્યાપાર કરવાનો હતો. તે જયારે પણ સમુદ્રયાત્રાએ ગયા, સફળતા પ્રાપ્ત કરી પાછા વળ્યા. તેથી તેમનું સાહસ વધવા લાગ્યું. તેઓએ બારમી વખત સમુદ્રયાત્રા કરવાનો સંકલ્પ કર્યો. માતા–પિતા પાસેથી અનુમતિ માંગી. માતા–પિતાએ તેમને યાત્રા કરવાની અનિચ્છા દર્શાવી. પુત્રો! આપણી પાસે વડીલોપાર્જિત ધન સંપત્તિ પ્રચુર પ્રમાણમાં છે. સાત પેઢી બેઠાં બેઠાં ઉપભોગ કરશો છતાં ખૂટશે નહિ. સમાજમાં પ્રતિષ્ઠા પણ સારી છે; તો પછી અનેકાનેક વિઘ્નોથી પરિપૂર્ણ સમુદ્રયાત્રા કરવાની આવશ્યકતા શી છે? બારમી યાત્રા સંકટોથી ભરપૂર હોય છે. તેથી યાત્રાનો વિચાર સ્થગિત કરી દો. ઘણી રીતે