Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 13
________________ 12 આગમ-કથાઓ અહંન્નક શ્રાવકની ધર્મપરીક્ષા - એક વિકરાળ રૂપધારક પિશાચ આવ્યો. જહાજમાં બેઠેલા અહંનક શ્રાવકને સંબોધીને કહ્યું કે તું તારો ધર્મ, વ્રત–નિયમ છોડી દે નહિતર તારા વહાણને આકાશમાં અધ્ધર લઈ સમુદ્રમાં પટકી દઈશ– પછાડી દઈશ અનક શ્રાવકે તેને મનથી જ ઉત્તર આપ્યો કે મને કોઈપણ દેવદાનવ ધર્મથી ચલીત કરી શકે તેમ નથી. તમારી ઇચ્છા હોય તેમ કરશે. આ પ્રકારે નિર્ભય થઈ ધર્મધ્યાનમાં લીન થઈ ગયા. બે-ત્રણ વખત ધમકી દીધા પછી દેવે જહાજને આકાશમાં ઉંચે ઉપાડી અને પુનઃ ધમકી આપી છતાં શ્રાવક અડોલ રહયા. જહાજના બીજા બધાજ પ્રવાસીઓ ભયભીત થઈ ગયા. અનેક માન્યતાઓ કરવા લાગ્યા. પરંતુ અહિંન્નક શ્રાવકે સાગારી સંથારાના પચ્ચકખાણ કરી લીધા. આખરે દેવ થાકયો. ધીરેથી જહાજ નીચે મૂક્યું અને મૂળ રૂપે પ્રગટ થઈ અહંન્નક શ્રાવકની પ્રશંસા કરી, ક્ષમા માંગી અને કુંડલની બે જોડી આપી સ્વસ્થાને ચાલ્યો ગયો. ત્યાંથી તે શ્રાવકો મિથિલા નગરીમાં ગયા. રાજા કંબને એક કંડલની જોડી ભેટણા સ્વરૂપે આપી વ્યાપાર કરવાની અનુજ્ઞા મેળવી. વ્યાપાર કર્યા પછી તેઓ પોતાની ચંપાનગરીમાં આવ્યા અને ત્યાંના રાજા ચન્દ્રધ્વજને બીજી કુંડલની જોડી ભેટ સ્વરૂપે આપી. મિથિલા નગરીમાં ચોખા નામની પરિવ્રાજિકા રહેતી હતી. તે દાનધર્મ, શૌચધર્મ, તીર્થસ્નાન આદિની પ્રરૂપણા કરતી હતી. અને તેના દ્વારા જ સ્વર્ગગમનનું કથન કરતી. એકદા તેણી મલ્લિકુમારીના ભવનમાં આવી યોગ્ય સ્થાનમાં પાણી છાંટી, ઘાસ બીછાવી તેના પર આસન પાથરી બેસી ગઈ. મલ્લિકુમારીને ધર્મનો ઉપદેશ દેવા લાગી. મલ્લિકુમારીએ ચોખા પરિવ્રાજિકાને પૂછયું કે તમારા ધર્મનું મૂળ શું છે? તેણે કહ્યું કે અમારો શુચિમૂલક ધર્મ છે. જલથી બધા પદાર્થને તથા સ્થાનને પવિત્ર કરી શકાય છે. આવી રીતે જીવ પણ પવિત્ર થઈ સ્વર્ગમાં જાય છે. મલ્લિકુમારીએ કહ્યું ,લોહીથી રંગાયેલા કપડાને લોહીથી ધોવામાં આવે તો પવિત્ર થઈ શકે તેવી જ રીતે પાપ સેવનથી ભારે બનેલ આત્મા ફરીને હિંસાદિ પાપોનું સેવન કરવાથી મુકત થાય? પવિત્ર થાય? ચોખા પરિવ્રાજિકા નિરુત્તર થઈ ગઈ છએ રાજાઓને એક સાથે સંકલ્પ થયો અને તેઓએ પોતપોતાના દૂતને મિથિલાનગરીમાં મોકલ્યા. છએ દૂતો એક સાથે પહોંચ્યા. બધાને એક સાથે આવેલા જોઈ રાજા ક્રોધાવિષ્ટ થયા. બધાનું અપમાન કરી કાઢી મૂકયા. મલ્લિકુમારી અવધિજ્ઞાન સહિત હતા. જ્ઞાન દ્વારા તેમણે પોતાના છએ મિત્રોની સ્થિતિ જોઈ લીધી હતી. ભવિષ્યમાં થવાની ઘટનાથી પણ તે અજાણ્યા નહોતા તેથી તેનો પ્રતિકાર કરવાની પૂર્વ તૈયારી પણ કરી લીધી હતી. મલ્લિએ પોતાના જેવી જ એક પ્રતિમાનું નિર્માણ કરાવ્યું હતું જે અંદરથી પોલી હતી. તેના મસ્તકમાં એક મોટું છિદ્ર મૂકવામાં આવ્યું હતું. આ પ્રતિમા જોયા પછી કોઈ કલ્પના નહોતા કરી શકતા કે પ્રત્યક્ષ મલ્લિકુમારી છે કે તેની મૂર્તિ છે! મલ્લિકુમારી જે ભોજનપાન કરતી તેનો એક કોળિયો મસ્તકના છિદ્રમાંથી પ્રતિમામાં નાખતી. જે ભોજન અંદર ગયા પછી સડી જતું અને અત્યંત દુર્ગધ ઉત્પન્ન થતી. પરંતુ ઢાંકણું ઢાંકવાથી તે દુર્ગધ દબાયેલી રહેતી. જયાં મૂર્તિ હતી તેની ચોપાસ જાલીગૃહ પણ બનાવડાવ્યું હતું. તે ગૃહમાં બેસી પ્રતિમાને સ્પષ્ટ જોઈ શકાતી. પણ તે ગૃહમાં બેઠેલા એક બીજાને જોઈ ન શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તરફ છએ રાજા મલ્લિકુમારી સાથે પરણવાના સંકલ્પ સહિત મિથિલામાં આવી પહોંચ્યા. રાજા દ્વિધામાં પડયા. છએ રાજા પરસ્પર ભળી ગયા. કુંભે તેમનો સામનો કર્યો પણ એકલા શું કરી શકે? આખરે કુંભ પરાજિત થઈ મહેલમાં ભરાઈ ગયા. (કિકર્તવ્ય)મૂઢ' બની ગયા. રાજકુમારી મલ્લિ પિતાને પ્રણામ કરવા ગઈ. પિતાજી ઉંડી ચિંતામાં હોવાથી મલ્લિના આગમનનું ભાન ન રહયું. મલ્લિકુમારીએ | ચિંતાનું કારણ પૂછયું. રાજાએ બધો વૃત્તાંત જણાવ્યો. 'પિતાજી! ચિંતાનો ત્યાગ કરો અને પ્રત્યેક રાજા પાસે ગુપ્ત રૂપે દૂતને મોકલી કહેવડાવી દો કે "મલ્લિકુમારી તમને જ આપવામાં આવશે. ગુપ્ત રીતે સંધ્યા સમયે રાજમહેલમાં આવી જજો." અને આ બધાને જાલીગૃહમાં અલગ અલગ મોકલી દેજો. કુંભરાજાએ તેમજ કર્યું. છએ રાજા મલ્લિકુમારીને પરણવાની આશાથી ગર્ભગૃહમાં આવી હોંચ્યા. સવાર થતાં જ બધાએ મલ્લિકુમારીની મૂર્તિ જોઈ માની લીધું કે આ જ મલ્લિકમારી છે. તે તરફ અનિમેષ દષ્ટિએ જોવા લાગ્યા. મલ્લિ સાક્ષાત ત્યાં ગઈ અને મૂર્તિના મસ્તક ઉપરનું છિદ્ર ખુલ્લું કર્યું. ભયંકર બદબૂ ફેલાવા લાગી. દુર્ગધ અસહય બની. બધા ગભરાઈ ઉઠયા. બધાએ નાકે ડૂચા માર્યા. વિષય આસકત રાજાઓને પ્રતિબોધવાનો સમય હતો. નાક મોઢું બગાડવાનું કારણ પૂછતાં બધાનો એક જ જવાબ આવ્યો કે અસહ્ય બદબૂ. "દેવાનુપ્રિયો! આ મૂર્તિમાં દરરોજ એક એક કોળિયો નાખવાથી આવું અનિષ્ટ અને અમનોજ્ઞ પરિણામ આવ્યું તો આ ઔદારિક શરીરનું પરિણામ કેટલું અશુભ, અનિષ્ટ અને અમનોજ્ઞ હશે? આ શરીર તો મળ-મૂત્ર, લોહી આદિનું ભાજન છે. તેના પ્રત્યેક દ્વારમાંથી ગંદા પદાર્થો વહી રહયા છે. સડવું અને ગળવું તેનો સ્વભાવ છે. એના પરથી ચામડાની ચાદરને દૂર કરવામાં આવે તો શરીર કેટલું અસુંદર એટલે કે બીભત્સ દેખાય? ગીધ-કાગડાઓનું ભક્ષ્ય બની જાય. આવા અમનોજ્ઞ શરીર ઉપર શા માટે મોહિત થયા છો? આ પ્રમાણે સંબોધન કરી મલ્લિકુમારીએ પૂર્વભવ કહ્યો. કેવી રીતે દીક્ષા લીધી, માયા-કપટ કર્યું, દેવપર્યાયમાં ઉત્પન્ન થયા ઇત્યાદિક વર્ણન કહી સંભળાવ્યું. આ સાંભળી છએ રાજાઓને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બધાને વૈરાગ્ય આવ્યો. ગર્ભગૃહના દ્વાર ખૂલ્લા મૂકી દીધા. તે સમયે વાતાવરણમાં અનુરાગને બદલે વેરાગ્ય છવાઈ ગયાં. તે વખતે કરવાનો સંકલ્પ કર્યો. તીર્થકરોની પરંપરા અનુસાર વાર્ષિકદાન દીધા પછી પ્રવ્રજયા અંગીકાર કરી. જે દિવસે દીક્ષા લીધી તે જ | દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી જિતશત્રુ આદિ છએ રાજાઓએ પણ દીક્ષા અંગીકાર કરી. અંતે બધાએ મુકિત મેળવી. મલ્લિ ભગવતી ચૈત્ર સુદ ૪ના દિને નિર્વાણ-મોક્ષ પધાર્યા. કુંભરાજા અને પ્રભાવતી રાણીએ શ્રાવકવ્રત સ્વીકાર્યા હતા. છએ રાજાઓ સંયમ અંગીકાર કરી, ચૌદ પૂર્વી બની અંતે મોક્ષમાં ગયા. મલ્લિનાથ તીર્થકરના ૨૮ ગણધર હતા. ૨૫ ધનુષ્યની ઉંચાઈ હતી. ૧૦૦ વર્ષ ઘરમાં રહ્યા. ૫૫ હજાર વર્ષની ઉંમર ભોગવી. પૂર્વે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 305