________________
૩૪
કર્મગ્રંથ-૬
- ક્ષયોપશમ - સન્ની-અસન્ની-આહારી-અણાહારી.
પ્ર.૧૮૭ સત્તાવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
ઉ :
સત્તાવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન ૧ અને ૩ એમ બે ગુણસ્થાનકમાં તથા ૧૪ જીવભેદમાં અને ૪૪ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫ જાતિ - ૬ કાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ લેશ્યા-ભવ્ય-મિથ્યાત્વ-મિશ્ર-સન્ની-અસન્ની આહારી અણાહારી.
પ્ર.૧૮૮ સત્તાવીસની સત્તા ત્રીજા ગુણસ્થાનકે શી રીતે હોય ?
ઉ : કોઈ જીવ ઉપશમ કે ક્ષયોપશમ સમ્યક્ત્વ પામ્યા પછી પહેલા ગુણસ્થાનકે આવે ત્યાં સમ્યક્ત્વ મોહનીયની ઉર્દૂલના કરતાં કરતાં ક્ષય કરે તથા મિશ્ર મોહનીયની ઉલના શરૂ કરે તેમાં ઘણી ખરી ઉલના થયા બાદ મિશ્ર મોહનીયનો ઉદય થાય ત્યારે ત્રીજા ગુણ.ને પ્રાપ્ત કરે છે.
પ્ર.૧૮૯ છવ્વીસ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
ઉ :
ઉ :
છવ્વીસ પ્રકૃતિનું સત્તાસ્થાન પહેલા ગુણસ્થાનકમાં-૧૪ જીવભેદમાં તથા ૪૪ માર્ગણામાં હોય. ૪ ગતિ - ૫ જાતિ - ૬ કાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ લેશ્યા-ભવ્ય-અભવ્ય-મિથ્યાત્વ -સન્ની-અસન્ની-આહારી-અણાહારી. પ્ર.૧૯૦ છવ્વીસ પ્રકૃતિનું સત્તાસ્થાન પહેલા ગુણસ્થાનકે કઈ રીતે કયા કયા જીવો આશ્રયી હોય ?
છવ્વીસ પ્રકૃતિનું સત્તાસ્થાન અનાદિ મિથ્યાત્વી જીવોને એટલે કે હજી સુધી જે જીવો સમ્યક્ત્વ પામેલા નથી મિથ્યાત્વ ગુણસ્થનાકે રહેલા છે તેઓને હોય. તથા જે જીવો સમ્યક્ત્વ પામ્યા પછી પહેલા ગુણસ્થાનકે આવેલા હોય ત્યાં સમ્યક્ત્વમોહનીય-મિશ્રમોહનીય બેની ઉદ્વલના કરેલ હોય એવા સાદિ મિથ્યાત્વી જીવોને પણ હોય છે.