Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ વ્યાખ્યાન-૧ કા [બાસા સૂત્ર [3] શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાન (મતિ શ્રત અને અવધિ)થી યુક્ત હતા. “હું દેવભવમાંથી ચ્યવીશ' એમ તેઓ જાણતા હતા. “વર્તમાનમાં ઔવું છું' તેમ જાણતા ન હતા. પરંતુ દેવભવથી ચ્યવી ગયો છું,’ એમ જાણતા હતા. [૪] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જાલંધર ગોવિયા દેવાનંદા બ્રાહણીની કુક્ષિમાં ગર્ભરૂપે અવતર્યા, તે રણે દેવાનંદા બ્રાહ્મણી તેની શય્યામાં અર્ધનિદ્રાવસ્થામાં હતી. તે સમયે તેણે ઉદાર, કલ્યાણકારી, શિવ, ધન્ય અને મંગળરૂપ તથા શોભાયુક્ત ચૌદ સ્વપ્નાં જોયાં અને જોઈને જાગી. તેનું હૃદય હર્ષથી પ્રફુલ્લિત થઈ ગયું. જેમ કદંબનું કુલ મેઘની ધારાઓથી ખીલી ઉઠે છે, તેના કાંટા ઊભા થઈ જાય છે તે જ રીતે દેવાનંદાના રોમેરોમ ઊભાં થઈ ગયાં. સ્વપ્નાનું મરણ કરે છે, સ્વપ્નાઓનું સ્મરણ કરીને તે પોતાની શસ્યામાંથી ઊઠી અને ત્વરા વિનાની, ચપલતા વિનાની, ભય વિનાની, રાજહંસ જેવી ગતિએ ચાલતી, જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણ છે ત્યાં આવે છે. ત્યાં આવીને ઋષભદત્ત બ્રાહ્મણનો “જય થાઓ વિજય થાઓ' એવા શબ્દો વડે વધાવે છે પછી ભદ્રાસને બેસીને જરા શાંત અને સ્વસ્થ થઈને બંને હાથ જોડી મરતકે અંજલિ જોડી આ પ્રમાણે બોલી, “હે દેવાનુપ્રિય ! હું આજે અર્ધનિદ્રિત અવસ્થામાં શય્યામાં સૂતી હતી ત્યારે આવા પ્રકારના ઉદાર અને શોભાયુક્ત ચૌદ મહાસ્વપ્નો જોઈને હું જાગી ગઈ. તે સ્વપ્નાં આ પ્રમાણે છે - હાથીથી લઈ નિર્ધમ અગ્નિ સુધીહે દેવાનુપ્રિય! તેવા ઉદાર ચાવત્ ચૌદ મહાસ્વપ્નોનું વિશેષ કલ્યાણકારી શું ફળ મને મળશે તે કહો.” [૫] તે ચૌદ મહાસ્વપ્નોનાં નામ આ પ્રમાણે છે. (૧) હાથી (૨) વૃષભ (3) સિંહ (૪) અભિષેક કરાતી લક્ષ્મીદેવી (૫) ફુલની માળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ધજા (૯) કુંભ (૧૦) પા સરોવર (૧૧) સાગર (૧૨) દેવ વિમાન અથવા ભવન (૧૩) રત્નરાશિ (૧૪) ધુમાડા વગરનો અગ્નિ. [૬] તે સમયે દેવાનંદા બ્રાહ્મણી આવા પ્રકારનાં ઉદાર, કલ્યાણ, શિવ, ધન્ય, મંગળ અને શ્રીયુક્ત ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગૃત થઈ, હર્ષિત અને સંતુષ્ટ થઈ અને તેણીનું મન આનંદિત અને પ્રીતિવાળું થયું. પરમ સુંદર મનવાળી થઈ. [] ત્યારપછી તેષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીની પાસેથી આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હર્ષિત તથા સંતુષ્ટ થયા અને અત્યંત આફ્લાદ ભાવને પામ્યાં. જેવી રીતે મેધધારાથી સીંચાએલ કબપુષ્પ ખીલી ઉઠે છે તેવી જ રીતે તેને રોમાંચ ઉત્પન્ન થયો, તે સ્વપ્નોનું અવધારણ કરી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96