________________
વ્યાખ્યાન-૩
૧૩૭
♦ [૧૮૫] અત્યંત કુંથુને ચાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય
વ્યતીત થઈ ગયો. તે પછી પાંસઠ લાખ વરસ થયાં વગેરે
જે કથન ભગવંત મલ્લિના સંબંધ મુજબ જાણવું.
૦ [૧૮૬] અર્હત શાંતિને યાવત્ સર્વદુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને ચાર ભાગ ઓછા એક પલ્યોપમ અર્થાત્ અર્ધ પલ્યોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થયાં ઈત્યાદિ બધું વૃત્ત જેવું ભગવંત મલ્લિના સંબંધમાં કહેલ છે તેવું જ અહીં સમજવું.
• [૧૮૭] અહંત ‘ધર્મ’ને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને ત્રણ સાગરોપમ જેટલો સમય વ્યતીત થયો તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થયાં વગેરે બધું જેવી રીતે ભગવંત મલ્લિના સંબંધમાં છે તે પ્રમાણે જાણવું.
♦ [૧૮૮] અર્હત અનંતને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને સાત સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થયા વગેરે બધું ભગવંત મલ્લિના સંબંધમાં છે તેમ જાણવું.
કલ્પ [બારસા] સૂત્ર
૦ [૧૮૯] અર્હત વિમળને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયેલ સોળ સાગરોપમ વ્યતીત થઈ ગયા અને તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થઈ ગયાં વગેરે બધું જેમ મલ્લિ ભગવંતના સંબંધમાં કહ્યું તેમજ જાણવું.
૧૩૮
♦ [૧૯૦] અર્હત વાસુપૂજ્યને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને છેંતાલીસ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો અને તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થઈ ગયાં વગેરે બધું વર્ણન જેમ મલ્લિ ભગવંતના સંબંધમાં કહ્યું છે તેમ અહીં પણ જાણી લેવું.
• [૧૯૧] અત્યંત શ્રેયાંસને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એકસો સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો તે પછી પાસઠ લાખ વર્ષ વ્યતીત થયાં વગેરે બધું જેમ મલ્લિ ભગવંતના સંબંધમાં કહ્યું તેમ જાણી લેવું.
૦ [૧૯૨] અત્યંત શીતલને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા એક કરોડ સાગરોપમ વ્યતીત થયા પછી ભગવાન મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા અને તે પછી નવસો
વરસ વ્યતીત થઈ ગયાં તે ઉપરાંત આ દશમી શતાબ્દીનું